BREAKING NEWS

ઇઝરાયલી પીએમ નેતન્યાહની ધરપકડની મારી પાસે સત્તા નથી, મમદાનીનો સ્વીકાર

  • July 23, 2026 12:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ન્યૂ યોર્કના મેયર ઝોહરાન મમદાનીએ સ્પષ્ટ્ર કયુ હતું કે તેમની પાસે કથિત યુદ્ધ ગુનાઓ માટે ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહની ધરપકડ કરવાનો કાનૂની અધિકાર નથી. તેમણે અગાઉ કહ્યું હતું કે શહેરનો કાનૂની વિભાગ સપ્ટેમ્બરમાં સંયુકત રાષ્ટ્ર્ર મહાસભા માટે ન્યૂયોર્કની મુલાકાત લે તો નેતન્યાહની ધરપકડ કરી શકાય કે કેમ તે અંગે વિચારણા કરી રહ્યો છે.પરંતુ હવે તેમણે ફેરવી તોળ્યું છે. મામદાનીએ કહ્યું, તે સ્પષ્ટ્ર છે કે અમારી પાસે આ વોરટં લાગુ કરવા માટે સ્વતત્રં કાનૂની સત્તાનો અભાવ છે.અહી જણાવી દઈએ કે હેગ સ્થિત આંતરરાષ્ટ્ર્રીય ફોજદારી અદાલતએ ૨૦૨૪ ના ગાઝા યુદ્ધ દરમિયાન થયેલા કથિત યુદ્ધ ગુનાઓ માટે નેતન્યાહ સામે ધરપકડ વોરટં જારી કયુ હતું. ઇઝરાયલ આઈસીસીના અધિકારક્ષેત્રને માન્યતા આપતું નથી અને આરોપોને નકારે છે.ન્યૂયોર્કના મેયર ઝોહરાન મમદાનીએ સ્પષ્ટ્રતા કરી દીધી છે કે તેમની પાસે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહની કથિત યુદ્ધ અપરાધો માટે ધરપકડ કરવાનો કોઈ કાનૂની અધિકાર નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application