'હવે સહન નહીં કરું': મૃણાલ ઠાકુરનું ડીપફેક બનાવનારાઓને અલ્ટીમેટમ.
'હવે સહન નહીં કરું': મૃણાલ ઠાકુરનું ડીપફેક બનાવનારાઓને અલ્ટીમેટમ.
August 04, 2026 01:58 PM
બોલિવૂડ અને સાઉથ ફિલ્મોની જાણીતી અભિનેત્રી મૃણાલ ઠાકુર સોશિયલ મીડિયા પર તેની વિરુદ્ધ બની રહેલા ડીપફેક વિડીયો અને તસવીરોને લઈને અત્યતં કડક વલણ અપનાવ્યું છે. ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક નોટ શેર કરીને તેણે પોતાની ઓળખ, અવાજ કે તસવીરોનો દુરુપયોગ કરનારાઓને આખરી ચેતવણી આપતાં કાનૂની કાર્યવાહી કરવાની ધમકી આપી છે. તેની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. પોતાની પોસ્ટમાં ડીપફેક બનાવનારાઓને ખુલ્લી ચેતવણી આપતાં મૃણાલ ઠાકુરે લખ્યું: ''મારી તસવીર કે અવાજનો ઉપયોગ કરીને ડીપફેક વિડીયો અથવા ફોટો બનાવવા અને તેને શેર કરવા તે ગેરકાયદેસર અને ખોટું છે. આ પોસ્ટ દ્રારા હત્પં દરેકને ચેતવણી આપી રહી છું કે આ પ્રવૃત્તિને તુરતં જ બધં કરી દેવામાં આવે. જો ભવિષ્યમાં મારી ઓળખનો આવી રીતે કોઈ પણ દુરુપયોગ થશે, તો હત્પં સહેજ પણ ખચકાયા વગર કાનૂની કાર્યવાહી કરીશ.આટિર્ફિશિયલ ઈન્ટેલિજન્સ અને ડીપફેક ટેકનોલોજી દ્રારા સેલેબ્સના બોગસ વિડીયો બનાવવાની વધતી ઘટનાઓ વચ્ચે મૃણાલનું આ કડક કદમ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. મૃણાલ ઠાકુર માટે વર્ષ ૨૦૨૬ ફિલ્મી દ્રષ્ટ્રિએ ખૂબ જ ઉત્સાહજનક રહ્યું છે. તેની એકથી વધુ હિટ અને ચર્ચિત ફિલ્મો રિલીઝ થઈ ચૂકી છે:વર્ષની શરૂઆતમાં રિલીઝ થયેલી 'દો દિવાને શહેર મેં, રોમેન્ટિક–કોમેડી ફિલ્મમાં મૃણાલ સાથે સિદ્ધાંત ચતુર્વેદી મુખ્ય ભૂમિકામાં હતો. મુંબઈ શહેરના બે પ્રેમીઓની આ વાર્તાને બોકસ ઓફિસ પર ઘણો પ્રેમ મળ્યો હતો.ડેવિડ ધવન દ્રારા ડિરેકટ કરાયેલી 'હૈ જવાની તો ઈશ્ક હોના હૈ કોમેડી ફિલ્મમાં મૃણાલ સાથે વણ ધવન અને પૂજા હેગડે જોવા મળ્યા હતા. 'ડકેત – એક પ્રેમ કથામાં અદિવી શેષ સાથે હાઈ–વોલ્ટેજ એકશન–ડ્રામા ફિલ્મમાં મૃણાલે 'સરસતી' નામનું દમદાર પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મમાં અનુરાગ કશ્યપ પણ વિલનના રોલમાં જોવા મળ્યા હતા