IAS -IPS અધિકારીઓ: કોઈ શાકભાજી વેચે છે તો કોઈ દવાઓ

  • June 07, 2023 12:46 PM 

પોતાનું સંતાન ડોક્ટર કે એન્જીનીયર બને તેવું મોટાભાગના માતા-પિતા ઈચ્છતા હોય છે અને તેનાથી ઉપર આઈ.એ.એસ.કે આઈ.પી.એસ.બને તેવું પણ ઈચ્છતા હોય છે. ઘણા આવા સપના પૂરા કરવા માટે જીવ લગાડી દેતા હોય છે તો ઘણા મહેનતથી થાકીને બીજી લાઈન પકડી લેતા હોય છે. આઈ.એ. એસ. કે આઈ.પી.એસ. બની ગયા પછી વટ અને સુખનો રોટલો સાથે મળશે તેવું માનનારાઓ વચ્ચે કેટલાક એવા પણ છે જે સનદી અધિકારી બની ગયા પછી પણ સુખના એક-બે નહી પણ વધુ રોટલા મેળવવા પ્રયાસો કરે છે.
સરકારી નોકરી કોને પસંદ નથી. ફિક્સ ઓફિસ સમય, સારો પગાર, નિવૃત્તિ પછી પેન્શન અને સૌથી અગત્યની નોકરીની સુરક્ષા. આ જ કારણ છે કે લોકો સરકારી નોકરીઓ માટે ઝંખે છે. અને એમાં પણ જો નોકરી  ઓફિસરની હોય તો શું કહેવું. દેશની સૌથી અઘરી પરીક્ષાઓમાંની એક યુઙ્કીએસસી પાસ કરીને લોકો આઈએએસ ઓફિસર બને છે. કેટલાક કલેક્ટર બને છે તો કેટલાક કમિશનર બને છે. પગારની સાથે સાથે ઘર અને કાર સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. પરંતુ કેટલાક લોકો એવા છે જેઓ પોતાના સપના પૂરા કરવા માટે આ સરકારી નોકરી છોડતા અચકાતા નથી.


આજે અહી એવા જ કેટલાક આઈએએસ ઓફિસરોનો પરિચય આપ્યો છે જેમણે સરકારી નોકરી છોડીને પોતાનો બિઝનેસ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. શરૂઆતના પડકારો બાદ આજે તે એક સફળ બિઝનેસમેન છે અને કરોડોની કંપની ચલાવે છે.
રોમન સૈનીની વાર્તા પણ અલગ છે. ૧૬ વર્ષની ઉંમરે તેણે અઈંઈંખજની પરીક્ષા પાસ કરી. એમબીબીએસની ડિગ્રી પૂર્ણ કરી અને ડોક્ટર બન્યા. રોમનનું મન આમાં લાગતું ન હતું. ગઉઉઝઈ માટે જુનિયર રેસિડેન્ટ તરીકે કામ કર્યા પછી, તેણે બે વર્ષ પછી રાજીનામું આપ્યું અને યુઙ્કીએસસી માટે તૈયારી કરવાનું શરૂ કર્યું. તેણે પહેલા જ પ્રયાસમાં યુઙ્કીએસસી પાસ કરી અને આઈએએસ ઓફિસર બન્યો. બે વર્ષ બાદ તેમણે અહીંથી પણ રાજીનામું આપી દીધું હતું. સરકારી નોકરી છોડીને તેણે એજ્યુટેક કંપની અનએકેડમી શરૂ કરી હતી. આજે અને એકેડેમી ઓનલાઈન શિક્ષણમાં સારું નામ ધરાવે છે.


આવા જ બીજા પ્રવેશ શર્મા છે.પ્રવેશ શર્મા ૧૯૮૨ બેચના આઈએએસ અધિકારી છે. તેમણે ૩૪ વર્ષ સુધી  અધિકારી તરીકે સેવા આપી અને વર્ષ ૨૦૧૬માં નિવૃત્તિ લીધી. રાજીનામું આપ્યા પછી, તેણે પોતાનો વ્યવસાય શરૂ કર્યો. તેણે ’સબ્જીવાલા’ નામનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું. તેના સ્ટાર્ટઅપ દ્વારા તે ફળો અને શાકભાજી વેચે છે અને તેમનું ટર્નઓવર પણ ઘણું બધું છે
ડો. સૈયદ સબાહત અઝીમ વર્ષ ૨૦૦૦ બેચના  અધિકારી છે. ડો.સૈયદે નોકરી છોડીને હેલ્થકેર સેક્ટરમાં પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું. જો કે તેની પાછળ એક કહાની છે. વાસ્તવમાં, સમયસર યોગ્ય સારવાર ન મળવાને કારણે તેના પિતાનું અવસાન થયું, ત્યારબાદ તેણે પોતાની રીતે હેલ્થ કેર સેક્ટરને સુધારવા માટે સરકારી નોકરી છોડીને બિઝનેસની દુનિયામાં આવવાનું નક્કી કર્યું. તેણે પોતાનું સ્ટાર્ટઅપ ગ્લોકલ હેલ્થકેર સિસ્ટમ્સ શરૂ કર્યું.


રાજન સિંહ પહેલા આઈઆઈટી અને પછી યુઙ્કીએસસી પરીક્ષા પાસ કર્યા બાદ  ઓફિસર બન્યા છે. તેમણે ત્રણ વર્ષ સુધી તિરુવનંતપુરમના પોલીસ કમિશનરની જવાબદારી નિભાવી છે. ૮ વર્ષ સુધી  ઓફિસર તરીકે કામ કર્યા બાદ તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. વર્ષ ૨૦૧૬ માં, તેણે ઈજ્ઞક્ષભયાઘિંૂહ એક ઓનલાઈન કોચિંગ ક્લાસ શરૂ કર્યા હતા અને આજે હજારો વિદ્યાર્થીઓ ને શિક્ષણ આપી રહ્યા છે.
વિવેક કુલકર્ણી ૧૯૭૯ બેચના આઈએએસ અધિકારી છે. ૨૨ વર્ષ સુધી આઈએએસ અધિકારી તરીકે કામ કર્યા પછી, તેમણે કર્ણાટક સરકારના આઈટી અને બાયોટેકનોલોજી સચિવ તરીકે પણ સેવા આપી છે. નોકરીમાંથી રાજીનામું આપ્યા પછી, વર્ષ ૨૦૦૫ માં, તેમણે બ્રિકવર્ડ ઇન્ડિયા ફર્મની સ્થાપના કરી. બ્રિકવર્ડ ઈન્ડિયા એ નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ ફર્મ છે.
જીવી રાવ નિવૃત્ત આઈએએસ અધિકારી છે. તેમણે વર્ષ ૨૦૧૪માં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી. નોકરી પછી આરામ કરવાને બદલે તેણે લર્નિંગ સ્પેસ એજ્યુકેશનલ સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ શરૂ કરી. તેઓ ખૂબ જ નજીવી ફીમાં બાળકોને અવકાશ શિક્ષણની સુવિધા પૂરી પાડે છે.


ગુજરાત માટે સંજય ગુપ્તાનું નામ અજાણ્યું નથી .સંજય ગુપ્તા વર્ષ ૧૯૮૫ બેચના આઈએએસ અધિકારી છે. તેણે ૨૨ વર્ષની ઉંમરે યુઙ્કીએસસી, સિવિલ સર્વિસીસની પરીક્ષા પાસ કરી અને વર્ષ ૨૦૦૨માં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. સરકારી નોકરી છોડ્યા બાદ તેમણે અદાણી ગ્રુપના સીઈઓ તરીકે કામ કર્યું. બાદમાં તેણે લક્ઝરી હોટેલ ચેન કોમ્બો લોન્ચ કરી હતી.
કેરળના રહેવાસી બાલગોપાલ ચંદ્રશેખર વર્ષ ૧૯૭૬ બેચના આઈએએસ અધિકારી રહી ચૂક્યા છે. તેને તાલીમ બાદ મણિપુર કેડર મળી. તેમણે માત્ર ૬ વર્ષ કામ કર્યા બાદ વર્ષ ૧૯૮૩માં નોકરીમાંથી રાજીનામું આપી દીધું અને પોતાના ભાઈ સાથે બાયોમેડિકલ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ કંપની શરૂ કરી. થોડા વર્ષોમાં, તેમની કંપની ટેરુમો પેનપોલે સારો નફો કમાવવાનું શરૂ કર્યું હતું.


મારુતિ સુઝુકીના ચેરમેન આરસી ભાર્ગવ ભૂતપૂર્વ આઈએએસ અધિકારી છે. ૧૯૫૬ બેચના આઈએએસ અધિકારી  યુઙ્કીએસસી ટોપર રહી ચૂક્યા છે. ભાર્ગવે ૮૦ના દાયકામાં આઈએએસ અધિકારી તરીકેની તેમની સરકારી નોકરી છોડવાનો નિર્ણય લીધો હતો. રાજીનામું આપ્યા પછી, તેમણે મારુતિ સુઝુકી સાથે તેમની મુસાફરી શરૂ કરી. તેમનો પ્રારંભિક પગાર માત્ર રૂ.૨૨૫૦ હતો. આજે તેઓ કંપનીના ચેરમેન છે.રોહિત મોદીએ યુપીએસસીની પરીક્ષા પાસ કરી હતી. ૧૯૮૫ બેચના આઈએએસ ઓફિસર રોહિત મોદીએ ૧૪ વર્ષ સુધી સરકારી નોકરી કરી હતી. ૧૯૯૯ માં નોકરીમાંથી રાજીનામું આપ્યા પછી, તેઓ ખાનગી ક્ષેત્ર તરફ વળ્યા. 
​​​​​​​
રોહિત મોટી કંપનીઓમાં ટોચના સીઈઓ તરીકે ઓળખાય છે, જે મોટા પ્રોજેક્ટ્સની આગેવાની કરે છે. તેમણે કઝ ઈંઉઙક, સુઝલોન એનર્જી્, ગેમન ઈન્ડિયા અને એસ્સેલ ઈન્ફ્રા લિમિટેડના સીઈઓનું પદ સંભાળીને કંપનીને નવી ઊંચાઈઓ પર પહોંચાડી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application