BREAKING NEWS

રાજ્યના નવા મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે IAS સંદીપ સાગલેની નિમણુક

  • February 24, 2026 10:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે વહીવટીતંત્રમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી (સીઈઓ) તરીકે કાર્યરત હરિત શુક્લાના સ્થાને હવે આઈએએસ અધિકારી સંદીપ સાગલેની નિમણૂક કરવામાં આવી છે.

ભારત ચૂંટણી પંચ દ્વારા ગુજરાત સરકાર સાથે પરામર્શ કર્યા બાદ આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.​આ નિમણૂક લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૦ની કલમ ૧૩-ક ની પેટા-કલમ (૧) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને કરવામાં આવી છે. આ આદેશ અનુસાર, સંદીપ સાગલેએ ગુજરાત સરકાર હેઠળના તેમના અન્ય તમામ વર્તમાન હોદ્દાઓ અથવા કાર્યભાર તાત્કાલિક છોડવાના રહેશે. તેઓ જે તારીખથી કાર્યભાર સંભાળશે તે દિવસથી આ નિમણૂક અમલી ગણાશે.

​સંદીપ સાગલે મૂળ મહારાષ્ટ્રના વતની અને ૨૦૦૭ની બેચના અધિકારી છે. અગાઉ ગાંધીનગર, નર્મદા, ભરૂચ, બનાસકાંઠા, ખેડા, અમરેલી અને જૂનાગઢ જેવા વિવિધ જિલ્લાઓમાં મહત્વની જવાબદારીઓ નિભાવી છે

​જૂન ૨૦૨૪માં પી. ભારતીની જગ્યાએ હરિત શુક્લાની નિમણૂક થઈ હતી, જેમના સ્થાને હવે સંદીપ સાગલે કાર્યભાર સંભાળશે.આ ફેરફાર આગામી ચૂંટણીઓની તૈયારીઓ અને વહીવટી પારદર્શિતા લાવવા માટે મહત્વનો માનવામાં આવી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application