BREAKING NEWS

આઈઆઈટી બોમ્બેમાં રેન્ક–જાતિ પૂછવા મનાઈ સાહિલ કેસ બાદ ભેદભાવ રોકવા નવા નિયમો

  • October 16, 2026 02:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આઈઆઈટી બોમ્બેએ કેમ્પસમાં જાતિ, ધર્મ, સામાજિક પૃભૂમિ અથવા પ્રવેશ કેટેગરીના આધારે પ્રત્યક્ષ કે પરોક્ષ ભેદભાવ અટકાવવા નવા નિયમો જાહેર કર્યા છે. હવે કોઈ વિધાર્થીને તેની જાતિ, એડમિશન કેટેગરી, જેઈઈ એડવાન્સ્ડ રેન્ક કે ગેટ સ્કોર પૂછવાનું પણ અયોગ્ય માનવામાં આવશે.
આ નવા નિયમો ૨૨ વર્ષના વિધાર્થી સાહિલ વાકોડેના મૃત્યુના લગભગ એક મહિના બાદ જાહેર કરવામાં આવ્યા છે. સાહિલના પરિવારજનોએ એક ફેકલ્ટી સભ્ય સામે જાતિ આધારિત ભેદભાવના આક્ષેપ કર્યા હતા. આઈઆઈટી બોમ્બેનું કહેવું છે કે નવી માર્ગદર્શિકાનો હેતુ વિધાર્થીઓ, ફેકલ્ટી અને સ્ટાફ માટે વધુ સમાવેશી વાતાવરણ ઊભું કરવાનો છે.
સ્ટુડન્ટ અફેર્સના ડીનના કાર્યાલયે સ્પષ્ટ્ર કયુ છે કે વિધાર્થીની જન્મજાત કેટેગરી કે પ્રવેશ કેટેગરી જિજ્ઞાસાથી પણ પૂછવામાં આવે તો તે પૂર્વગ્રહને જન્મ આપી શકે છે.
 જેઈઈ રેન્ક અને ગેટ સ્કોર જેવી માહિતી પરથી વિધાર્થી કઈ પ્રવેશ શ્રેણીમાંથી આવ્યો છે તેનો અંદાજ લગાવી શકાય છે, તેથી આવી પૂછપરછ ટાળવાની સૂચના અપાઈ છે.
નિયમો માત્ર સામસામેની વાતચીત પૂરતા મર્યાદિત નથી. વોટસએપ, ફેસબુક, ઈમેલ અથવા અન્ય માધ્યમ દ્રારા જાતિવાદી, લિંગભેદી, ધર્મ આધારિત કે લૈંગિક અભિચિને નિશાન બનાવતા અપમાનજનક જોકસ અને સંદેશાઓ મોકલવા કે ફોરવર્ડ કરવા ઉપર પણ પ્રતિબધં રહેશે. આવી પ્રવૃત્તિને બુલિંગ અથવા હેરેસમેન્ટ માનવામાં આવી શકે છે અને નિયમભગં કરનાર સામે કાર્યવાહી થઈ શકે છે.
સંસ્થાએ વિધાર્થીઓને જાતિ કે રેન્કના બદલે અભ્યાસ વિભાગ, રમત, સંગીત, ફિલ્મ, વતન અને અન્ય સામાન્ય રસના વિષયો પરથી એકબીજા સાથે સંબધં વિકસાવવાની સલાહ આપી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application