20મી ઓવરમાં 12 રન આવ્યા અને અક્ષર પટેલની વિકેટ પડી. ક્રિસ જોર્ડનની આ ત્રીજી સફળતા હતી. 20 ઓવરમાં ભારતીય ટીમે 7 વિકેટે 171 રન બનાવ્યા છે. હવે ઈંગ્લેન્ડને 172 રનનો ટાર્ગેટ છે.
ભારત તરફથી રોહિત શર્માએ 39 બોલમાં 57 રન બનાવ્યા હતા. તેના બેટમાંથી 6 ચોગ્ગા અને 2 છગ્ગા આવ્યા હતા. જ્યારે સૂર્યકુમાર યાદવે 36 બોલમાં 47 રનની ઇનિંગ રમી હતી. તેના બેટમાંથી ચાર ચોગ્ગા અને બે છગ્ગા આવ્યા હતા. અંતે રવિન્દ્ર જાડેજા 9 બોલમાં 17 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી ક્રિસ જોર્ડને સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.
જોસ બટલરે જીત્યો ટોસ
ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. એટલે કે ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરી હતી. ઈંગ્લેન્ડે કોઈ ફેરફાર કર્યો નથી. તેઓ તેની જ ટીમ સાથે ઉતર્યા હતા. ત્યારે ભારતે પણ કોઈ ફેરફાર કર્યો નથી. ટીમ ઈન્ડિયાએ પણ તે જ ટીમ સાથે મેદાનમાં એન્ટ્રી કરી હતી.
ભારતની પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ અને જસપ્રિત બુમરાહ.
ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન
ફિલિપ સોલ્ટ, જોસ બટલર (વિકેટકીપર/કેપ્ટન), જોની બેયરસ્ટો, હેરી બ્રુક, મોઈન અલી, લિયામ લિવિંગસ્ટોન, સેમ કુરાન, ક્રિસ જોર્ડન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ, રીસ ટોપલે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતની પાકિસ્તાનને વૈશ્વિક એજન્સીઓ પાસેથી મળવાપાત્ર ભંડોળ રોકવાની યોજના
May 03, 2025 11:13 AMજામનગરમાં ૫૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાતા ગરમીથી રાહત: તાપમાન ૩૮
May 03, 2025 11:10 AMજામનગરમાં કારખાનાની સેફટી ટેન્કની સફાઇ દરમ્યાન ગેસ ગળતર: શ્રમીક બેભાન
May 03, 2025 11:09 AMએઆઈ કેન્સર ડીટેકશનમાં પણ ઉપયોગી: ૫૦ લાખ લોકોમાં ફેફસાના કેન્સરનું નિદાન કર્યું
May 03, 2025 11:01 AMખેડૂત નેતા રાકેશ ટિકૈતની પાઘડી ઉછાળવાનો મામલો ગરમાયો
May 03, 2025 10:59 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech