IPL-2026: કોલકાતા અને પંજાબ વચ્ચેની મેચ વરસાદમાં ધોવાઈ; માત્ર 22 બોલની રમત બાદ મેચ રદ
IPL-2026: કોલકાતા અને પંજાબ વચ્ચેની મેચ વરસાદમાં ધોવાઈ; માત્ર 22 બોલની રમત બાદ મેચ રદ
April 06, 2026 11:24 PM
કોલકાતામાં સોમવાર સાંજથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને રોકાઈ-રોકાઈને હળવો વરસાદ શરૂ થયો હતો. ઈડન ગાર્ડન્સમાં રમાનારી આ મેચમાં હોમ ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, માત્ર 3.4 ઓવરની રમત બાદ રાત્રે 7:46 કલાકે જોરદાર વરસાદ તૂટી પડ્યો હતો, જેના કારણે રમત અટકાવવી પડી હતી. લાંબી રાહ જોયા પછી પણ વરસાદ ન રોકાતા આખરે અમ્પાયરોએ મેચ રદ જાહેર કરી હતી.
મેચ જ્યારે અટકી ત્યારે કોલકાતાનો સ્કોર 3.4 ઓવરમાં 2 વિકેટે 25 રન હતો. પંજાબ કિંગ્સ તરફથી જેવિયર બાર્ટલેટે શાનદાર બોલિંગ પ્રદર્શન કર્યું હતું. તેણે બીજી જ ઓવરમાં કેમરન ગ્રીન (4 રન) અને ફિન એલન (6 રન) ને પેવેલિયન ભેગા કરી દીધા હતા. જ્યારે રમત અટકી ત્યારે કેપ્ટન અજિંક્ય રહાણે 8 રન અને અંગકૃષ રઘુવંશી 7 રન બનાવી અણનમ હતા.