BREAKING NEWS

IPL 2026: પંજાબ કિંગ્સનો ગુજરાત ટાઇટન્સ સામે 3 વિકેટે વિજય: ડેબ્યુ મેચમાં કૂપર કોનોલીની આક્રમક ફિફ્ટી

  • April 01, 2026 12:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મંગળવારે મુલ્લાંપુર ખાતે રમાયેલી IPLની મેચમાં પંજાબ કિંગ્સે (PBKS) ગુજરાત ટાઇટન્સને (GT) 3 વિકેટે પરાજય આપ્યો છે. પંજાબે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જેના જવાબમાં ગુજરાતે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 162 રન બનાવ્યા હતા. પંજાબે આ લક્ષ્યાંક 19.1 ઓવરમાં 7 વિકેટના નુકસાને પ્રાપ્ત કરી લીધો હતો.

ડેબ્યુ સ્ટાર કૂપર કોનોલીનો જાદુ
પંજાબ તરફથી પોતાની પ્રથમ મેચ રમી રહેલા ઓસ્ટ્રેલિયન યુવા ખેલાડી કૂપર કોનોલી આ જીતના સાચા હીરો સાબિત થયા હતા. પંજાબે એક સમયે 144 રનના સ્કોર પર 7 વિકેટ ગુમાવી દીધી હતી અને મેચ હાથમાંથી જતી લાગતી હતી, ત્યારે કોનોલીએ છેલ્લે સુધી ટકી રહીને અણનમ 72 રનની શાનદાર ઇનિંગ રમી ટીમને જીત અપાવી હતી.


ગુજરાતની બેટિંગ અને પ્રસિદ્ધ કૃષ્ણાનો સ્પેલ
ગુજરાત ટાઇટન્સ તરફથી કેપ્ટન શુભમન ગિલે 39 રન અને જોસ બટલરે 38 રનનું યોગદાન આપ્યું હતું, પરંતુ મધ્યક્રમના બેટ્સમેનો મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યા હતા. પંજાબના બોલર વિજયકુમાર વૈશાખે તરખાટ મચાવતા 3 વિકેટ અને સ્પિનર યુઝવેન્દ્ર ચહલે 2 મહત્વની વિકેટ ઝડપી હતી.


લક્ષ્યાંકનો પીછો કરતા પંજાબે 109 રન સુધી માત્ર 2 વિકેટ ગુમાવી હતી અને જીત તરફ આગળ વધી રહ્યું હતું. જોકે, ગુજરાતના પ્રસિદ્ધ કૃષ્ણાએ ત્રાટકતા 2 ઓવરમાં 3 વિકેટ ઝડપીને પંજાબને મુશ્કેલીમાં મૂકી દીધું હતું. પંજાબે 118 રન સુધીમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ કોનોલીની મક્કમ બેટિંગ સામે ગુજરાતના બોલરો લાચાર દેખાયા હતા.


​​​​​​​આ જીત સાથે પંજાબ કિંગ્સે પોઈન્ટ ટેબલમાં મહત્વના અંક મેળવ્યા છે, જ્યારે ગુજરાત ટાઇટન્સે પોતાની બોલિંગ અને મધ્યક્રમની બેટિંગમાં સુધારો કરવાની જરૂર દેખાઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application