BCCI એ સોમવારે IPL 2026 ના બાકી રહેલા મેચોના કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. ટૂર્નામેન્ટની શરૂઆત 28 માર્ચ થી થવા જઈ રહી છે. અગાઉ માત્ર પ્રથમ 20 મેચોની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ હવે તમામ 70 લીગ મેચોનું લિસ્ટ બહાર પાડી દેવામાં આવ્યું છે. આ વખતે કુલ 12 અલગ-અલગ શહેરોમાં મેચો રમાશે, જે ચાહકો માટે રોમાંચક સમાચાર છે.
કયા 12 શહેરોમાં જામશે મુકાબલો?
આ સીઝનની મેચો અમદાવાદ, બેંગલુરુ, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, દિલ્હી, હૈદરાબાદ, લખનૌ, જયપુર, ધર્મશાલા, રાયપુર અને ન્યૂ ચંડીગઢમાં રમાશે. ખાસ કરીને રાયપુર અને ધર્મશાલા જેવા વેન્યુ પર મેચો રમાતા નાના શહેરોના ચાહકોમાં ભારે ઉત્સાહ છે.
ડબલ હેડર અને સમય
IPL ના આ 19માં સીઝનમાં કુલ 8 ડબલ હેડર (એક દિવસમાં બે મેચ) રમાશે.
બપોરની મેચ: બપોરે 3:30 વાગ્યે શરૂ થશે.
સાંજની મેચ: રાત્રે 7:30 વાગ્યે શરૂ થશે.
IPL 2026 Full Schedule









