BREAKING NEWS

આઇપીએલ પર સટ્ટો રમવાની મોસમ ખીલી: બે વેપારી સહિત ચાર ઝડપાયા

  • May 04, 2026 08:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ આઈપીએલની મેચ પર ક્રિકેટ સટ્ટો રમવાની મોસમ ખીલી હોય તેમ બે વેપારી સહિત ચાર શખસોને સહફોરમતા ઝડપી લેવાયા - છે. જયારે બે શખસોના નામ ખુલ્યા છે. પીસીબી અને ડીસીબીની ટીમે આ કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, પીઆઈ એમ.આર. ગોંડલીયાની રાહબરી હેઠળ - પીસીબીના એએસઆઈ મહિપાલસિંહ, ઘનશ્યામસિંહ તથા હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. રમિયાન એવી બાતમી મળી હતી કે, એરપોર્ટ રોડ પર રાજકૃતિ એપાર્ટમેન્ટ પાછળ વોકળાના કોઠે હરપાલસિંહ વાળા નામનો શખસ મોબાઈલમાં આઈડી મારફત ક્રિકેટ સટ્ટો રમી રહ્યો છે. જેથી પીસીબીની ટીમ તુરંત અહીં પહોંચી હતી. -અહીં એક શખસને શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધો હતો પોલીસે આ શખસની પૂછતાછ કરતા તેણે પોતાનું નામ હરપાલસિંહ જુવાનસિંહ વાળા (ઉ.વ. ૩૭ રહે. આશાપુરાનગર શેરી નંબર ૧૬, કોઠારીયા રોડ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ શખસ પાસે રહેલ મોબાઈલમાં તપાસ કરતા મોબાઈલમાં ઓલ પેનલ ૭૭૭ ડોટ નાઉ નામની આઈડી માં આઈપીએલની એસ.આર.એચ અને કે.કે.આર વચ્ચેની મેચ પર ક્રિકેટ સહો રમતો હોવાનું માલુમ પડયું હતું જેથી પોલીસે આરોપી પાસેથી રૂપિયા ૫૦૦૦ ની કિંમતનો મોબાઈલ ફોન કબજે કરી તેની સામે જુગારધારાની ક્લમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. ક્રાઈમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ કરણભાઈ કોઠીવાર, કોન્સ્ટેબલ સંજયભાઈ અલગોતર સહિતનો સ્ટાફ પેટ્રેલિંગમાં હતો. દરમિયાન એવી બાતમી મળી હતી કે, કોઠારીયામાં ડાયમંડ રોડ સોમનાથ ગેટથી સાંઈબાબા સર્કલ તરફ એક શખસ ચાલીને આવે છે જે આઇપીએલની મેચ પર મોબાઈલ ફોનમાં સોદા લખાવી જુગાર રમી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસની ટીમે અહીં કોઠારીયામાં શાનઘર રેસીડન્સીના ગેટ પાસેથી એક શંકાસ્પદ શખસને ઝડપી લીધો હતો પોલીસે તેની પૂછતાછ કરતા પોતાનું નામ અશ્વિન જેઠાભાઈ સિદપરા (ઉ.વ. ૪૪ રહે. શિવ ભવાની ચોક, શિવ ભવાની સોસાયટી, કોઠારીયા) હોવાનું જણાવ્યું હતું પોલીસે તેની અંગ જડતી લેતા ખિસ્સામાંથી કાગળની ચિઠ્ઠી મળી આવી હતી જે ચિઠ્ઠીમાં સાંકેતિક ભાષામાં આંકડાઓ લખ્યા હોય જે બાબતે પૂછતા આઈપીએલની મેચ પર સેશન્સ અને ભાવના લખાય જુગારના સોાઓ છે તેવું કહ્યું હતું આ સોદા કોણે લખાવ્યા છે તે બાબતે પૂછતા અને તેના મોબાઇલમાં કોલ હિસ્ટ્રી જોતા ૮૧૬૦૧ ૨૨૬૮૧ નંબર પરથી સોધ લખાવ્યા હોવાનું માલુમ પડયું હતું તે તે બાબતે પૂછતા તે આ મોબાઈલ નંબર ધારકને ઓળખતો ન હોય પરંતુ તેના મિત્ર મિતેશભાઈ સિદપરા (રહે કોઠારીયા રોડ, સરકારી સ્કૂલની પાછળ) વાળાએ આ નંબર આપ્યો હોવાનું કહ્યું હતું. જેથી પોલીસે આરોપી પાસે જે રૂપિયા ૨૦,૦૦૦ નો મોબાઈલ ફોન કબજે કરી ઝડપાયેલા શખસ અશ્વિન સિટપરા તેના મિત્ર મિતેશ સિષ્ટપરા અને લાઈન ચલાવનાર મોબાઈલ નંબરધારક સહિત ત્રણે સામે ગુનો નોંધી અન્ય બંને આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. ડીસીબીના હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ જળુ કોન્સ્ટેબલ રાહુલભાઈ ગોહેલ પેટ્રેલિંગમાં હતા દરમિયાન મોરબી રોડ સેટેલાઈટ ચોક મેઈન રોડ રામપાર્ક કોર્નરે બાપાસીતારામ મેડીકલ સ્ટોર પાસેના રોડ પરથી બે શંકાસ્પદ શખસને ઝડપી લીધા હતા જેના નામ પૂછતા ભૌતિક જયંતીભાઈ ભંડેરી (ઉ.વ. ૨૮ રહે. આર.ડી રેસીડન્સી મકાન નંબર છ રાજલક્ષ્મી સોસાયટીની બાજુમાં મોરબી રોડ) અને તુષાર આંબાભાઈ લુણાગરિયા (ઉ.વ. ૨૫ રહે. ખોડલધામ રેસીડેન્સી શેરી નંબર ૫, મેંગો માર્કેટ પાછળ) હોવાનું જણાવ્યું હતું બંને વેપારી હોવાનું જણાવ્યું હતું બંનેના મોબાઈલ ફોન ચેક કરતા ઓલ પેનલ ૭૭૭ નામની આઈડીમાં ક્રિકેટ મેચ પર સહી રમતા હોવાનું માલુમ પડ્યું હતું જેથી પોલીસે બંને સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. ક્રાઈમ બ્રાન્ચના એએસઆઈ વિજયરાજસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ સબાડે જુના માર્કેટિંગ યાર્ડની બાજુમાં આવેલ ઇન્ડિયન કંપનીના પેટ્રોલ પંપની પાછળ રોડ પરથી એક શખસને ઝડપી લઈ તેની પૂછતાછ કરતા પોતાનું નામ વનરાજ લધરાભાઈ ખટાણા (ઉ.વ ૨૯ રહે. જુના માર્કેટિંગ યાર્ડ પાછળ મચ્છાનગર શેરી નંબર ૨૭) હોવાનું જણાવ્યું હતું. પોલીસે અ શખસની અંગજડતી લેતા તેની પાસેથી એક ડાયરી મળી આવી હતી જેમાં સૌતિક ભાષામાં લખાણ લખ્યું હતું જે બાબતે પૂછતા તે આઈપીએલની મેચ પર સોધ ફોન નંબર ૬૩૫૯૦ ૭૭૬૮૭ પર લખાવતો હોવાનું કહ્યું હતું. જેથી પોલીસે આરોપી સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application