BREAKING NEWS

આ અઠવાડિયે 6 કંપનીઓના IPO ખુલશે, જાણો પ્રાઇસ બેન્ડ અને GMP

  • August 02, 2026 06:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આ અઠવાડિયે છ કંપનીઓ પ્રાઇમરી માર્કેટમાં તેમના IPO લોન્ચ કરી રહી છે. આ છ કંપનીઓમાંથી બે મેઈનબોર્ડ સેગમેન્ટની છે અને ચાર SME સેગમેન્ટની છે. ચાલો જાણીએ કે કયા IPO કયા દિવસે ખુલી રહ્યા છે.


1- આર્ડી ઇન્ડસ્ટ્રીઝ IPO

આ કંપનીના IPOનું કદ રૂ.425.87 કરોડ છે. કંપની IPO દ્વારા 60.4 મિલિયન ફ્રેશ શેર અને 20 મિલિયન શેર ઓફર ફોર સેલ દ્વારા જારી કરશે. કંપનીએ IPO માટે રૂ.50થી રૂ.53 પ્રતિ શેર પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો છે. IPO 5 ઓગસ્ટથી 7 ઓગસ્ટ, 2026 સુધી ખુલ્લો રહેશે.


કંપની ગ્રે માર્કેટમાં રૂ.6.75 ના પ્રીમિયમ પર ટ્રેડિંગ કરી રહી છે.


2- ટેક્નોક્રાફ્ટ વેન્ચર્સ IPO

આ IPO 7 ઓગસ્ટના રોજ ખુલશે. રોકાણકારોને 11 ઓગસ્ટ સુધી તેમના શેર મૂકવાની તક મળશે. કંપનીએ હજુ સુધી પ્રાઇસ બેન્ડ જાહેર કર્યો નથી. આ IPOનું કદ ₹1.19 કરોડ છે.


૩- અનાવિલ વાયર અને એન્જિનિયરિંગ IPO

આ IPO ૩ ઓગસ્ટના રોજ ખુલશે. રોકાણકારોને ૫ ઓગસ્ટ સુધી રોકાણ કરવાની તક મળશે. આ IPO માટે પ્રાઇસ બેન્ડ રૂ.૨૫૭થી રૂ.૨૭૦ પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. ઇન્વેસ્ટર્સ ગેઇનના અહેવાલ મુજબ, કંપનીનો IPO ગ્રે માર્કેટમાં રૂ.૯૦ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે.


૪- એજિયસ ટેક્નોલોજીસ IPO

આ કંપનીના IPOનું કદ રૂ.૨૩.૭૧ કરોડ છે. IPO ૪ ઓગસ્ટથી ૬ ઓગસ્ટ સુધી ખુલશે. આ IPO માટે પ્રાઇસ બેન્ડ રૂ.૧૦૦ થી રૂ.૧૦૫ છે. આ IPOનું લોટ સાઈઝ ૧,૨૦૦ શેર છે. કંપનીનો IPO ગ્રે માર્કેટમાં ઝીરોના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે.


૫- LAPL ઓટોમોટિવ IPO

આ IPOનું કદ રૂ.૩૨.૪૦ કરોડ છે. કંપની IPO દ્વારા ૦.૩૪ કરોડ નવા શેર જારી કરશે. IPO ૬ ઓગસ્ટથી ૧૦ ઓગસ્ટ સુધી ખુલશે. આ કંપનીના IPO માટે પ્રાઇસ બેન્ડ 88 થી 94 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યો છે.


ઇન્વેસ્ટર્સ ગેઇનના અહેવાલ મુજબ, ગ્રે માર્કેટમાં IPO 25 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે.


6- Optimystix Entertainment India IPO

આ IPO 7 ઓગસ્ટથી 11 ઓગસ્ટ સુધી ખુલ્લો રહેશે. આ IPOનું ઇશ્યૂ કદ 0.62 કરોડ રૂપિયા છે. કંપનીએ હજુ સુધી પ્રાઇસ બેન્ડ જાહેર કર્યો નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application