રૈયા રોડ પર જલારામ ચોક પાસે શાંતિનગરમાં રહેતાં વિવેકભાઇ હરેશભાઈ ચુડાસમા (ઉ.વ.૩૧) એ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ અમદાવાદમાં એન્સ્ટર્ડ નામની આઈટી કંપનીમાં કામ કરે છે. હાલ ઘર બેઠા વર્ક ફ્રોમ હોમ તરીકે કામ કરે છે. ૧ વર્ષ પહેલા તેમને કોઈ અજાણ્યા મોબાઈલ નંબરમાથી પાર્ટ ટાઈમ કામ કરી રોજના રૂ.૧ હજારથી રૂ.૧૫૦૦ રૂપીયા કમાઈ શકો છો જેમા તેને હા પાડતા સામાવાળાએ મને એક ટેલીગ્રામ યુઝર નેમનો કોન્ટેક્ટ કરાવેલ જેમા આ ટેલીગ્રામ ધારકે યુટ્યુબમા વિડીયો સબસ્કાઈબ કરવાનુ ટાસ્ક બાબતે જણાવેલ હતું. જેમા એક વિડીયો સબસ્કાઇબ કરવા પર રૂ. ૫૦ રૂપીયા મળશે તેવી લાલચ આપેલ હતી.
બાદ સામેવાળા દ્વારા જણાવેલ ટાસ્ક પ્રમાણે ટાસ્ક પુરો કરતા શરુઆતમાં યુટ્યુબના વિડીયો સબસ્ક્રાઇબ કરાવેલ જેમા પ્રથમ દિવસે રૂ.૧૧૫૦ મળેલ હતા બાદ બીજે દિવસે રૂ.૯૦૦ જેવા મળેલ હતાં.બાદમાં અલગ અલગ ટાસ્ક આપીને ટાસ્ક પુરા કરવાના બહાને અલગ અલગ બેંક ખાતામા કુલ રૂ.૬.૮૫ લાખ ટ્રાંસફર કરાવેલ હતા. બાદ હજુ આગળ આવી રીતે પૈસા માંગવાનું ચાલુ રાખેલ જેથી તેઓને ફ્રોડ થયાનું સામે આવતાં સાયબર ક્રાઇમમાં ફરીયાદ નોંધાવી હતી.
કોઠારીયા રોડ પર શિતલ સ્ટુડિયોની પાછળ યાદવ નગર શેરી નં.૧ માં રહેતાં દીપકભાઈ ભરતભાઈ ગોહેલ (ઉ.વ.૩૮) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અમીશ રમેશ નકુમ તેમજ બેંક એકાઉન્ટ ધારકનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓને આમીન માર્ગ ખાતે જીન્સ ક્લબ નામે રેડીમેટ કપડાની દુકાન ચલાવી વેપાર કરે છે. વર્ષ ૨૦૨૪ ના માર્ચ મહીના તે ઘરે હતો ત્યારે પરીવાર સાથે મે-૨૦૨૪ માં દુબઈ ફરવા જવા માટે પ્લાન બનાવેલ હતો. જેથી યુ.એસ.ડોલરની જરૂર હતી.
જે બાબતે તેઓએ મીત્ર સર્કલમાં વાતચીત કરતા પિતરાઈ જયભાઈ ગોરધનભાઈ ચાવડાએ જામનગરના અમીશ રમેશભાઈ નકુમનો મોબાઈલ નંબર આપેલ હતો. જેથી અમીશ નકુમને કોલ કરતા તેઓએ જણાવેલ કે, મારા એક મીત્ર મુંબઈ રહે છે જેઓ મની ફોરેક્ષ નામની કંપની ચલાવે છે. જેઓ તમને યુ.એસ. ડોલર અપાવી દેશે. વાતચીત કરતા તેઓએ પોતાની ઓળખાળ મની ફોરેક્ષ કંપનીની આપેલ હતી અને જણાવેલ કે, હું તમને યુ.એસ. ડોલર રૂ.૮૬ ના ભાવથી આપીશ જેથી ફરિયાદીને ૫૯૦૦ યુ.એસ. ડોલરની જરૂરીયાત હતી. સામાવાળાએ તેમના કોટક બેંકના ખાતા નંબર આપેલ હતા, જેમાં તેઓએ રૂ.૫,૦૩,૫૦૦ જમા કરાવવા હતાં.
તેઓએ જણાવેલ હતુ કે, તમારૂ પેમેંટ આવી ગયેલ છે હું તમેને થોડીવરમાં ઓફીસનુ એડ્રેસ મોકલુ ત્યાંથી યુ.એસ. ડોલર કલેક્ટ કરાવી લેજો બાદ બે કલાક પછી તેઓને કોલ કરતા તેમનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ થઈ ગયેલ હતો જેથી અમીશ નકુમને કોલ કરતા તેઓએ કોઈ જવાબ આપેલ નહીં જેથી તેમની સાથે ફ્રોડ થયાનું સામે આવતાં સાયબર ક્રાઇમમાં ફરીયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech