રાજકોટમાં ઈન્કમટેક્સના દરોડા, અમદાવાદ, મોરબી, ગાંધીધામમાં પણ મેગા સર્ચ
રાજકોટમાં ઈન્કમટેક્સના દરોડા, અમદાવાદ, મોરબી, ગાંધીધામમાં પણ મેગા સર્ચ
August 18, 2026 02:15 PM
દેશમાં વિદેશી ફંડિંગ અને શંકાસ્પદ રોકાણના નામે ચાલતી કરોડો રૂપિયાની કરચોરી સામે ઇન્કમ ટેક્સ (આઈટી) વિભાગે લાલ આંખ કરી છે. આઈટી વિભાગ દ્વારા આજે વહેલી સવારથી જ દેશભરમાં એકસાથે સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ મેગા દરોડા અંતર્ગત દેશની રાજધાની દિલ્હી તેમજ ગુજરાતના મુખ્ય વેપારી મથકો એવા રાજકોટ, અમદાવાદ, મોરબી અને ગાંધીધામ જેવા મહત્વના શહેરોમાં દરોડા પાડીને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.