ઈબ્રાહિમ અલી ખાન અને પલક તિવારીનો એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. બંન્ને નાઈટ આઉટ પર સાથે નીકળ્યા હતા. આ વખતે ઈબ્રાહિમ કાંઈ અલગ જ મુડમાં જોવા મળી રહ્યો છે. લોકો હવે ચએચા કરી રહ્યા છે કે આ જોડી હવે તો પાક્કી જ.
પલક તિવારીનો જન્મ 8 ઓકટોબર 2000ના રોજ મુંબઈમાં થયો છે. તે 24 વર્ષની છે. પલક, શ્વેતા અને રાજા ચૌધરીની પુત્રી છે. શ્વેતા બાદ અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા હતા જેનાથી એક પુત્ર છે. જેનું નામ રેયાંશ છે. પલક હાર્ડિ સંધુની સાથે વીડિયો બિઝલી બિઝલીથી ઓનસ્ક્રીન ડેબ્યુ કર્યું છે.બંન્નેના લુકની વાત કરીએ તો પલક તિવારીએ બ્લેક કલરનું ટૈંક ટૉપ અને બ્લેક ડેનિમ પહેર્યું છે. ખુલ્લા વાળમાં અભિનેત્રી ખુબ સુંદર લાગી રહી છે. તો ઈબ્રાહિમે પણ બ્લેક ટીશર્ટમાં પલક સાથે ટ્વિનિંગ કર્યું છે.
આ વખતે બંન્ને એવી રીતે જોવા મળ્યા કે, હવે સૌ કોઈ કોમેન્ટ કરી કહી રહ્યા છે આ જોડી પાક્કી, કારણ કે, આ વખતે ઈબ્રાહિમ કાર ડ્રાઈવ કરી રહ્યો છે અને પલક તિવારી તેમની બાજુમાં બેઠી છે. ત્યારબાદ રિટન આવે છે ત્યારે બંન્ને સાથે પાછળની સીટમાં બેઠા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે.
એકબીજાને ડેટ કરી રહ્યા છે પલક-ઈબ્રાહિમ?
લાંબા સમયથી પલક તિવારી અને ઈબ્રાહિમ ખાનના ડેટિંગને લઈ ચર્ચા ચાલી રહી છે. હંમેશા બંન્ને સાથે જોવા મળતા હોય છે. અનેક વખત એવી અફવાઓ પણ ચાલી છે કે, પલક અને ઈબ્રાહિમ બંન્ને એકબીજાને ડેટ કરી રહ્યા છે. પરંતુ બંન્ને આ વાતને નકારી છે અને પલકે ઈબ્રાહિમને માત્ર એક સારો મિત્ર કહ્યો છે. તો ઈબ્રાહિમ તરફથી કોઈ રિએક્શન સામે આવ્યું નથી.
પલક સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનમાં પણ કામ કરી ચૂકી છે. તેમણે સંજય દત્તની હોરર કોમેડી ફિલ્મ ધ વર્જિન ટ્રીમાં જોવા મળશે, ઈબ્રાહિમની વાત કરીએ તો સૈફ અલી ખાનનો લાડલો ફિલ્મ સરજમીથી પોતાનું એક્ટિંગ ડેબ્યુ કરવાનો છે. આ ફિલ્મ ટુંક સમયમાં જ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅજય દેવગનની ફિલ્મ 'રેડ 2'એ બે દિવસમાં 30 કરોડ કમાયા
May 03, 2025 11:49 AMસલમાનનો ગુસ્સો પણ નાટકીય, ફિલ્મના પાત્રને સાઉથના દિગ્દર્શકનું નામ દીધું
May 03, 2025 11:44 AMગૌતમ અદાણીના ભત્રીજા પ્રણવ અદાણીની મુશ્કેલી વધી, SEBIનો ઇનસાઇડર ટ્રેડિંગનો આરોપ
May 03, 2025 11:34 AMટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં અધિકારીઓ સામેની કાર્યવાહી ધીમી: હાઈકોર્ટ દ્રારા ટકોર
May 03, 2025 11:29 AMફાયર સેફટી મામલે હોસ્પિટલોની શું સ્થિતિ છે? સરકાર પાસે રિપોર્ટ માગતી હાઈકોર્ટ
May 03, 2025 11:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech