સ્વસ્થ રહેવા માટે સ્વસ્થ આહારની સાથે, કસરત પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જોકે, દરેક વ્યક્તિ માટે દરરોજ જીમમાં જવું કે કલાકો સુધી કસરત કરવી શક્ય નથી. આવી સ્થિતિમાં, ચાલવુંએ કોઈપણ પ્રયત્ન કર્યા વિના પોતાને શારીરિક રીતે ફિટ અને સક્રિય રાખવાનો એક સરળ રસ્તો છે.
ચાલવું એ એક અસરકારક પદ્ધતિ છે જે તમામ ઉંમરના લોકો માટે કાર્યક્ષમ અને ફાયદાકારક છે. મોટાભાગના લોકો વજન ઘટાડવા માટે તેને પોતાના રૂટિનમાં સામેલ કરે છે. આ એક એવી કસરત છે જે કોઈપણ ઉપકરણ વિના ગમે ત્યાં, ગમે ત્યારે સરળતાથી કરી શકાય છે. જોકે ગતિ, તીવ્રતા અને ચાલવાની મિનિટો મોટે ભાગે ઉંમર પર આધાર રાખે છે. માટે એ જાણવું જરૂરી કે તમારી ઉંમર પ્રમાણે તમારે કેટલી મિનિટ ચાલવું જોઈએ.
18 થી 40 વર્ષની વયના લોકો
જો પુખ્ત વયના છો એટલે કે જો ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે છે તો અઠવાડિયામાં પાંચ દિવસ 45 થી 60 મિનિટ ઝડપથી ચાલવું જોઈએ. ચાલવાનો આ સમયગાળો હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે, ચયાપચય વધારે છે અને વધુ અસરકારક રીતે કેલરી બર્ન કરવામાં મદદ કરે છે. 40 વર્ષથી ઓછી ઉંમરના લોકોએ વધુ કેલરી બર્ન કરવા અને વજન ઘટાડવામાં મદદ કરવા માટે દરરોજ 10,000 પગલાં ઝડપથી ચાલવાનું લક્ષ્ય રાખવું જોઈએ.
40 વર્ષથી વધુ ઉંમરના લોકો
જ્યારે લોકો 40 થી 50 વર્ષની ઉંમરે પહોંચે છે ત્યારે તેમનું ચયાપચય ધીમું થઈ જાય છે. આવી સ્થિતિમાં, આ ઉંમરના લોકો માટે દરરોજ 30 થી 45 મિનિટ મધ્યમ ગતિએ ચાલવું ફાયદાકારક બની શકે છે. વધુમાં, સ્ટ્રેન્થ વર્કઆઉટ્સ ઉમેરવાથી ફાયદા વધી શકે છે. આ ઉંમરે સાંધાઓનું સ્વાસ્થ્ય જાળવવું મહત્વપૂર્ણ છે અને તેથી યોગ્ય ફૂટવેર પહેરવા અને સપાટ સપાટી પર ચાલવું ખૂબ જ જરૂરી છે.
60 વર્ષથી વધુ ઉંમરના લોકો
60 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોનું લક્ષ્ય વજન ઘટાડવા કરતાં પોતાને શારીરિક રીતે એક્ટિવ, ફિટ અને સંતુલિત રાખવાનું છે. આ માટે દરરોજ 20 થી 30 મિનિટ સ્થિર, આરામદાયક ગતિએ ચાલવું શ્રેષ્ઠ છે. ઈજા કે કોઈપણ સમસ્યાથી બચવા માટે યોગ્ય મુદ્રા જાળવવી અને વધુ પડતી કસરત ટાળવી મહત્વપૂર્ણ છે. 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે સક્રિય રહેવા અને તેમના વજનને નિયંત્રિત કરવા માટે ચાલવું હજુ પણ એક સલામત અને અસરકારક રીત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech