પ્રેમિકા સાથે કોર્ટ મેરેજ કરવા હોય જેની યુવતીના ઘરે ખબર પડી જતા યુવકે ઝેરી ટીકડા પી આપઘાતનો પ્રયાસ કર્યો
પ્રેમિકા સાથે કોર્ટ મેરેજ કરવા હોય જેની યુવતીના ઘરે ખબર પડી જતા યુવકે ઝેરી ટીકડા પી આપઘાતનો પ્રયાસ કર્યો
April 03, 2026 05:59 AM
ગોંડલના રીબડામાં રહેતા યુવકે ઝેરી ટીકડા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. જે યુવતી સાથે પ્રેમ હોય તેના ઘરનાને ખબર પડી જતા હવે શું થશે એ ગભરાટની સાથે ચિંતામાં પગલું ભરી લીધું હતું.
બનાવની પ્રા વિગત મુજબ રીબડા રેલવે સ્ટેશન પાસે હરસિદ્ધિ પાર્કમાંમાં રહેતો સાગર નંદલાલભાઈ પોપલીયા (ઉ.વ.૨૪)એ રાત્રીના એક વાગ્યે ઘરે હતો ત્યારે ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા પી લેતા પ્રથમ ગોંડલ અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવકના પરિચિતના કહેવા મુજબ સાગર પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે. તેને ગુંદાસરાની યુવતી સાથે ઘણા સમયથી મિત્રતા હતી જે પ્રેમ સંબંધમાં પરિણમતા બંનેને કોર્ટ મેરેજ કરવાનું નક્કી કયુ હતું. જેના કાગળોની તૈયારી ચાલી રહી હતી દરમિયાન યુવતીના ઘરે ખબર પડી જતા હવે શું થશે એવી ચિંતા સાથે ગભરાઈ જતા પગલું ભરી ;લીધાનું જણાવાયું હતું. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે