પડધરી તાલુકાના નાનાવડાની સીમમાં આવેલા ચેકડેમ નજીક સોફ્ટ મોરમ (તાસ)નું ગેરકાયદે ખનન અને વહન ચાલતું હોવાની માહિતીના આધારે રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે દરોડો પાડી કાર્યવાહી કરી હતી. સ્થળ પરથી ગેરકાયદે ખનન કરાયેલા સોફ્ટ મોરમ સહિત કુલ રૂ.34.50 લાખનો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો. રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાય તથા રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરની સૂચના અને માર્ગદર્શન હેઠળ એસઓજીના પીઆઈ એફ.એ. પારગીની રાહબરીમાં પીએસઆઈ પી.બી. મિશ્રા સ્ટાફ સાથે પડધરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન હે.કો. નૈમિષભાઈ મહેતાને બાતમી મળી હતી કે, નાનાવડાની સીમમાં ચેકડેમ પાસે ગેરકાયદે મોરમનું ખનન તથા વહન થઈ રહ્યું છે. બાતમીના આધારે દરોડો પાડતાં ઉમેશભાઈ ભરવાભાઈ પાભાંર જાતે પટેલ, રહે. સહજાનંદ પાર્ક, મવડી, રાજકોટ, ગેરકાયદે ખનન-વહન કરતા મળી આવ્યો હતો. દરોડા દરમિયાન રૂ.30 લાખનુ જેસીબી (જીજે-03-એટી-9238), રૂ.3.50 લાખનું મોરમ ભરેલું ટ્રેક્ટર (જીજે-03-કે-9856) તથા આશરે 200 મેટ્રિક ટન સોફ્ટ મોરમ, કિંમત રૂ.1 લાખ, મળી કુલ રૂ.34.50 લાખનો મુદામાલ કબજે કરાયો હતો. મુદામાલ અંગે ખાણ-ખનીજ વિભાગને દંડાત્મક કાર્યવાહી માટે રિપોર્ટ કરી સોંપવામાં આવ્યો છે. આ કામગીરીમાં પીઆઈ એફ.એ. પારગી, પીએસઆઈ જી.જે. ઝાલા, પીએસઆઈ પી.બી. મિશ્રા તથા અ.હે.કો. નૈમિષભાઈ મહેતાનો સ્ટાફ જોડાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application