BREAKING NEWS

ગોંડલના વાસાવડમાં દુકાનમાંથી રૂ.૩.૨૨ લાખનો ગેરકાયદે ફટાકડાનો જથ્થો જપ્ત

  • July 22, 2026 09:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
અમદાવાદમાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા ૧૦ લોકોના જીવ ગયા હતાં. આ ઘટનાની પડઘા રાજયભરમાં પડયા છે. ત્યાર રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે વાસાવડ ગામમાં દરોડો પાડી લાયસન્સ વગર વેંચાણ થતાં રૂ.૩.૨૨ લાખના ફટાકડા જપ્ત કરી વેપારી જાકીર સાકરીયા સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્રારા રાજકોટ જિલ્લામાં ગેરકાયદેસર ફટાકડા રાખી વેચાણ કરતા શખસો ઉપર કાયદેસરની કાર્યવાહી કરી અસરકારક કામગીરી કરવા અપાયેલી સુચનાના પગલે એસઓજી પીઆઈ એફ.એ.પારગીની રાહબરીમાં પીએસઆઇ જી. જે.ઝાલા અને ટીમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન ગોંડલના વાસાવડ ગામમાં મઢી બજારમાં આવેલ ન્યુ રાજ આઇસ્ક્રીમ પાર્લરમાં વેપારી લાયસન્સ વગર ગેરકાયદે રીતે ફટાડકા રાખી વેચાણ કરતા હોય તેવી હકિકત મળતા પોલીસની ટીમે દરોડો પાડયો હતો. પોલીસે ન્યુ રાજ આઇસ્ક્રીમ નામની દુકાનમાં તપાસ કરતાં ત્યાંથી અલગ અલગ પ્રકારના સ્ફોટક ફટાકડા, જમીનમાં ઘડાકાથી ફુટી શકે તેવા અલગ અલગ પ્રકારના ફટાકડાની રૂ.૩,૨૨,૮૦૦ નો મુદ્દામાલ કોઇપણ પ્રકારના લાયસન્સ કે આધાર વગર વેચાણ અર્થે રાખી અને કોઇ ફાયર સેફટીના સાધનો રાખ્યા વગર પોતાની તથા અન્ય માણસોની જીંદગી જોખમમાં મુકી બેદરકારી દાખવી મળી આવતા તમામ ફટકતા કબ્જે કરી સુલતાનપુર પોલીસમાં ગુનો દાખલ કરાવી વેપારી જાકીર અઝીઝ સાકરીયા (ઉ.વ.૩૬, ધંધો.વેપાર રહે.વાસાવડ, છીંડી પા, ગોંડલ) ની ધરપકડ કરી હતી. આ કામગીરીમાં એસઓજી પીઆઈ એફ.એ.પારગીની રાહબરીમાં પીએસઆઇ જી.જે.ઝાલા, એએસઆઇ વિપુલભાઇ ગુજરાતી, હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ જાડેજા, કોન્સ્ટેબલ પુથ્વીરાજસિંહ ડોડીયા સહિતનો સ્ટાફ સાથે રહ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application