BREAKING NEWS

ગોસાબારાના લેન્ડીંગ પોઇન્ટ પાસે ગેરકાયદેસર માચ્છીમારી ઝડપાઇ

  • December 02, 2025 02:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર નજીકના ગોસાબારા લેન્ડીંગ પોઇન્ટ પાસે ગેરકાયદેસર રીતે લાઇટ ફિશીંગ કરતા બે પીલાણામાંથી પોલીસે બે મચ્છીયારાઓને પકડી પાડયા છે.કોસ્ટલ સિકયુરીટી ગુજરાત ગાંધીનગરના પોલીસ મહાનિરીક્ષક પી.એલ.માલ. તથા કોસ્ટલ સિકયુરીટી ગુજરાત ગાંધીનગરના પોલીસ અધિક્ષક સુબોધ માનકર દ્વારા ગુજરાત રાજ્યના કોસ્ટલના જિલ્લાઓમાં ફીશરીઝ એકટની જોગવાઇઓનો ભંગ કરતા ઇસમો વિ‚ધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના થઇ આવેલ હોય જે અનુસંધાને ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમના કાયદાનો ભંગ કરી અનઅધિકૃત રીતે જેમકે ટોકન વગર, રજીસ્ટ્રેશન વગર, ટોકન સમયમર્યાદાનો  ભંગ તથા ગેરકાયદેસર પધ્ધતિથી જેમકે લાઇન ફીશીંગ, ઘેરા ફીશીંગ, લાઇટ ફીશીંગથી ગેરકાયદેસર રીતે માચ્છીમારી કરતા  ઇસમો વિ‚ધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા તથા કોસ્ટલ એરિયામાં થતા ગેરકાયદેસર પ્રવૃત્તિને રોકવા તથા કોસ્ટલ સિકયુરીટી સબબ સરકારી બોટ દ્વારા સખત દરિયાઇ પેટ્રોલીંગ કરી માચ્છીમારી બોટો ચેકીંગ કરવા મરીન પોલીસ સ્ટેશનોને અવારનવાર આદેશ લઇ આવેલ હોય જે અનુસંધાને જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાએ પોરબંદર જિલ્લાના દરિયાઇ, દરિયાકાંઠાના વિસ્તારમાં ફિશરીઝ એકટ હેઠળ ગુન્હા નોંધવા તેમજ સખત અને અસરકારક બોટ ચેકીંગ કરવા સૂચના આપવામાં આવેલ જે અંગે રાણાવાવ વિભાગના નાયબ પોલીસ અધિક્ષમક ધ્રુવલઇ સી. સુતરીયાના માર્ગદર્શન હેઠળ  તા. ૧-૧૨-૨૦૨૫ના રોજ નવીબંદર મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એસ.એસ. ગામેતી તથા પોલીસ સ્ટાફ દ્વારા કોસ્ટલ પેટ્રોલીંગ દરમ્યાન ગોસા ટુકડા ગામ, ગોસાબાર લેન્ડીંગ પોઇન્ટથી નાનુ પીલાણુ (નાની બોટ) નામે ‘ગેબી’ તથા નાનુ પીલાણુ (નાની બોટ) નામે ‘રેહાન’ જેના  રજીસ્ટ્રેશન નંબર જોવામાં આવતા નથી. આ બંનેમાં બિનઅધિકૃત  રીતે એકદમ  પ્રકાશિત એલ.ઇ.ડી. લાઇટો રાખી ગેરકાયદેસર રીતે લાઇટ ફીશીંગ કરતા હોવાનું જણાઇ આવતા આ બંને ઇસમો  ગોસા ટુકડાના ગોસાબારા વિસ્તારમાં રહેતા અબ્દુ કાદર અબુ ઢીમર ઉ.વ. ૩૮ તથા દિલાવર અબ્દુલ શમા ઉ.વ. ૨૮ની ધરપકડ કરી તેમના વિ‚ધ્ધ નવીબંદર મરીન પોલીસ સ્ટેશન ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ -૨૦૦૩ની કાયદાની કલમ મુજબનો ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે.આ કામગીરીમાં નવીબંદર મરીન પોલીસ સ્ટેશન પોરબંદરના પોલીસઇન્સ્પેકટર એસ.એસ. ગામેતી, એ.એસ.આઇ. પી.એન.ભુવા તથા એ.એસ.આઇ. ડી.એ. ઓડેદરા તથા પો. હેડ. કોન્સ. એ.જી. બાલસ તથા ઓ.એસ.ડી. ભરતભાઇ છેલાણા રોકાયેલા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News