પોલીસ તંત્રની અસાજિક તત્વો સામે કડક કાર્યવાહી : ૧૨૦૦ ફૂટ સરકારી જમીન ખુલ્લી કરાવાઈ
હાલમાં અસામાજીક તત્વો સામે પોલીસ દ્વારા ગેરકાયદે મકાનો તોડી પાડવાની ઝુંબેશ ચાલી રહી છે જે અંતર્ગત પોલીસ દ્વારા વધુ એક અનઅધીકૃત દબાણ દુર કરીને સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી છે જામનગર તાબેના દડીયા ગામમાં બુટલેગરનું અનઅધીકૃત ઉભુ કરાયેલ મકાન તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
રાજકોટ રેન્જ આઈ.જી.પી. અશોક કુમાર યાદવ તથા જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તેમજ લાલપુરના મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભા દ્વારા અસમાજીક તત્વોની યાદી તૈયાર કરી તેમના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપવામા આવ્યું હતું.
જે મુજબ પંચકોશી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. વી.જે.રાઠોડ દ્વારા પંચકોશી. બી. ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના અસામાજીક તત્વોની યાદી તૈયાર કરવામા આવી હતી. જે અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ કરી પોલોસ સ્ટેશનની અલગ અલગ ટીમ બનાવી પંચકોશી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના દડીયા ગામે વસવાટ કરતી પ્રોહી બુટલેગર રશીલાબેન ઓઘળભાઇ જાટીયા, જેના વિરુધ્ધ પંચ બી. પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના અલગ અલગ અનેક ગુન્હા દાખલ થયેલ હોય જે પૈકીના ઘણા ગુન્હા સાબીત પણ થયેલા છે, તેમજ તેઓ અસામાજીક પ્રવૃતિ સાથે પણ ઘણા લાંબા સમયથી સંકળાયેલા હોવાથી અસામાજીક તત્વોની યાદીમા તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
જે અનુસંધાને જામનગર પોલીસ દ્વારા જામનગર શહેરમા જુદા વિસ્તારોમા અસામાજીક તત્વો દ્વારા કરેલ ગેરકાયદેસર અનઅધિક્રુત દબાણ દુર કરવાની કાર્યવાહી ચાલુ હોય તે અંતર્ગત આરોપીનુ દડીયા ગામની સરકારી જમીન પર આવેલું આશરે ૧૨૦૦ સ્કવેર કુટ વાળુ મકાન જેની આશરે કીંમત ૯,૦૦,૦૦૦ વાળુ રહેણાક મકાનનું દબાણ દુર કરવા કાયદેસરની કાર્યવાહી કરી કાયદાનું ભાન કરાવાયું હતું. ઉપરોક્ત મહીલાએ અનઅધિકૃત રહેણાક મકાન જેમાં બે રૂમ તથા ઓશરી વાળુ મકાન પોતાની જાતે તોડી પડાવી સરકારી જમીન ખુલ્લી કરાવેલી છે.