શહેરના કાળીયાબીડ વિસ્તારમાં આવેલ સિલ્વર બેલ્સ સ્કૂલની કમ્પાઉન્ડ વોલનો વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે ત્યારે હાલમાં હાઇકોર્ટ દ્વારા ટેમ્પરરી દિવાલ રાખવા સ્ટે આપ્યો હતો છતાં પાકા બાંધકામ સાથે દિવાલ ઉભી કરતા આજે કોર્પોરેશન દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે કમ્પાઉન્ડ વોલ દૂર કરી હતી.
શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલ સિલ્વર બેલ્સ સ્કૂલ દ્વારા કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવી હતી તેનો વિભાગ હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે. વર્ષ ૨૦૧૭ ના કાળિયાબીડના લે આઉટમાં કમ્પાઉન્ડ વોલની જગ્યા રોડ પૈકીની દર્શાવેલી છે. વર્ષ ૨૦૧૯ માં પણ કોર્પોરેશન દ્વારા નોટિસ આપી રસ્તો ખુલ્લો કરવા જણાવ્યું હતું.
પરંતુ શાળા દ્વારા હાઇકોર્ટમાં દાદ માગતા કોર્ટ દ્વારા બાળકોની સલામતી માટે પાકુ બાંધકામ નહીં પરંતુ ટેમ્પરરી આડસ ઊભી કરવા સ્ટે માં જણાવ્યું હતું. પરંતુ શાળા દ્વારા કોર્ટનો સ્ટે હોવા છતાં તળિયામાં પાકો બેઝ બનાવી કમ્પાઉન્ડ ઉભી કરી હતી. જેથી મહાપાલિકાના ટાઉન ડેવલોપમેન્ટ વિભાગ દ્વારા કમ્પાઉન્ડ વોલ હટાવી લેવા ૧૯મી મે ના રોજ નોટિસ આપી હતી. તેમ છતાં નહીં હટાવતા પોલીસ બંદોબસ્ત સાથે ટાઉન ડેવલપમેન્ટ અને એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા કમ્પાઉન્ડ વોલને હટાવવામાં આવી હતી.
દબાણ હટાવતા સમયે ભાજપના પૂર્વ વોર્ડ મહામંત્રી કૃષ્ણદેવસિંહ ગોહિલે જેસીબી આડે પોતાનું વાહન ઉભુ રાખી કર્મચારીઓ સાથે પણ વિવાદ કરેલ. જોકે, મહાપાલિકા દ્વારા અંદાજે ૨૦૦ મીટર જેટલી લંબાઈની કમ્પાઉન્ડ વોલનું સંપૂર્ણ દબાણ હટાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી: NDRF અને SDRF ની કુલ 32 ટીમો તૈનાત
June 17, 2025 10:50 PMગુજરાતમાં 13 IAS અધિકારીઓની બદલી, ઓમ પ્રકાશ બન્યા રાજકોટના નવા કલેક્ટર
June 17, 2025 09:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech