આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
ધ્રાંગધ્રા તાલુકા પોલીસે નારીચાણા ગામની સીમમાં દરોડો પાડી ગેરકાયદે ચાલતો રેતીનો વોશપ્લાન્ટ ઝડપી ટ્રેક્ટર તથા ૧૦૦ ટન રેતીનો જથ્થો કબ્જે કરી ખાણ ખનીજ વિભાગને જાણ કરી હતી.ધ્રાંગધ્રા તાલુકા પોલીસની ટીમે, પેટ્રોલીંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે નારીચાણા ગામની સીમમાં દરોડો પાડી ગેરકાયદેસર રીતે ચાલતા રેતીના વોશપ્લાન્ટનો પર્દાફાશ કર્યો હતો.પોલીસે નારીચાણાથી ગાંજણવાવ જતી નદીના કાંઠે કાળીધાર' તરીકે ઓળખાતી સીમમાં દરોડો પાડતાં ગેરકાયદે રેતીનો ચારણો અને વોશપ્લાન્ટ ચાલુ હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી નંબર પ્લેટ વગરનુંઆઈસર ટ્રેક્ટર તેમજ અંદાજે ૧૦૦ ટન વોશ રેતીનો જથ્થો જપ્ત કર્યો હતો.ગેરકાયદેસર વોશપ્લાન્ટ ચલાવનાર નારીચાણાના રહીશ ગૌતમભાઈ મનસુખભાઈ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરાઈ છે. આ મામલે સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગને પણ દંડ સહિતની આગળની કાયદાકીય કાર્યવાહી માટે બોલાવવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
અમેરિકા-મેક્સિકો સરહદે દેખાયું છ ફૂટનું રહસ્યમય પ્રાણી: એલિયન હોવાની ચર્ચાથી લોકોમાં ઉત્સુકતા
ફોટો, વિડીયો, અને ઓડિયો બાદ હવે ઇન્ટરનેટ પર હવે સુગંધ પણ ઓનલાઈન શેર કરી શકાશે
અયોધ્યાના ૫૬ ઘાટ પર ૩૦ લાખ દીવડા પ્રગટશે દસમા દીપોત્સવની ભવ્ય તૈયારીઓ શરૂ કરાઈ
ભારતીય યુવકના મોત પછી ન્યૂયોર્કમાં ઘોડાગાડીની સવારી ઉપર પ્રતિબંધ
દુબઈમાં ભારત કરતાં મોંઘું થયું પેટ્રોલ હવે તેલના દેશમાં પણ પેટ્રોલનું ગણિત બદલાયું
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech