બાબરામાં ઘણા સમયથી સ્પા ની આડમાં ગોરખ ધંધા ચાલતા હોવાની અને દૂષણો ચાલતા હોવાની વિગત સામે આવી રહી છે. બાબરા માર્કેટિંગ યાર્ડ પાસે આવેલ સ્પામાં તંત્રના નીતિ નિયમનો ઉલાળીયો કરી સ્પાના નામે ગોરખધંધા ચાલતા હોવાનું આજુબાજુના રહીશોની ફરિયાદ ઉઠી રહી છે. આજુબાજુના દુકાનધારકો અને રહીશો દ્વારા એવું પણ જણાવવામાં આવેલ છે કે રાત્રિના સમયે પણ શટર બંધ કરી ગોરખ ધંધા ચાલુ રાખવામાં આવે છે. તંત્ર દ્વારા કોઈપણ જાતની નક્કર કામગીરી પણ કરવામાં આવતી નથી અને અગાઉ અનેકવાર બાબરા શહેરના સોશિયલ મીડિયાના અનેક ગ્રુપમાં આવા ગોરખ ધંધાના ફોટા પણ વાયરલ થયેલા હતા તેમ છતાં આવા ગોરખધંધા કોના ઇશારે ચાલી રહ્યા છે?? આ માટે તંત્ર મૌન છે??? રાજકીય લાગવગ કે રાજકીય સપોર્ટ?? હાલ તો બાબરામાં યુવા ધન આવા દૂષણોથી બગડી રહ્યું છે ત્યારે માર્કેટિંગ યાર્ડ જેવા વિસ્તારમાં નતનવી સ્ત્રી વર્તુળની અવરજવર અને શંકાસ્પદ હિલચાલ થી યુવા વર્ગના વાલી વર્તણમાં પણ આ મુદ્દે શંકા કુશંકા પેદા થવા લાગી છે જ્યારે સૌરાષ્ટ્ર ગુજરાતમાં ચાલતા સ્પા સેન્ટરો ની આડમાં ગોરખધંધા પકડવામાં આવી રહ્યા છે ત્યારે બાબરા શહેરમાં ચાલતા આવા ગોરખધંધા પકડવા માટે તંત્ર શા માટે કોઈ કાર્યવાહી નથી કરતી તે પણ ચર્ચા નો વિષય છે. છેલ્લા કેટલાય સમયથી સંચાલકો જાણે કોઈની બીક ન હોય તે રીતે આવા સ્પા સેન્ટરની આડ માં ગોરખધંધા ચલાવીને યુવાધનને બગાડી રહ્યા છે હાલ તો જોવાનું રહ્યું કે મોટા શહેરોમાં જ્યારે તંત્ર રેડ કરે છે તેમ રેડ કરી આ ગોરખ ધંધા બંધ થશે કે કેમ??