BREAKING NEWS

‘શક્તિ’ વાવાઝોડાની અસર :મહુવામાં ત્રણ કલાકમાં સાડા ત્રણ ઈંચ ધોધમાર વરસાદ

  • October 08, 2025 02:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અરબી સમુદ્રમાં સક્રિય શક્તિ વાવાઝોડાના કારણે ભાવનગર શહેર અને જિલ્લામાં વરસાદની આગાહી હતી. તેમાં આજે મહુવા શહેર અને તાલુકામાં બે-ત્રણ - દિવસના વિરામ બાદ બપોરે બે વાગ્યા બાદ વાતાવરણમાં અચાનક પલટો  આવતા ધોધમાર વરસાદ ૮૪ મીમી.એટલે કે સાડા ત્રણ ઈંચ જેટલો ખાબકતા  રસ્તાઓ ઉપર જાણે નદીઓ વહેતી હોય તેમ પાણી વહેતા થયા હતા. આથી લોકો અને વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી : ભાવનગર શહેરના કેટલાક વિસ્તારોમાં રાત્રે જોરદાર ઝાપટુ વરસ્યુ હતુ.
મહુવામાં મંગળવારે બપોરે બે વાગ્યા બાદ વાતાવરણમાં અચાનક પલટો  આવતા ધોધમાર વરસાદ ૮૪ મીમી.એટલે કે સાડા ત્રણ ઈંચ જેટલો ખાબકતા  રસ્તાઓ ઉપર જાણે નદીઓ વહેતી હોય તેમ પાણી વહેતા થયા હતા. આથી લોકો અને વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી .ભાવનગર શહેરના કેટલાક વિસ્તારોમાં રાત્રે જોરદાર ઝાપટુ વરસ્યુ હતુ.
મહુવામાં મંગળવારના ૮૪ મીમી. વરસાદથી કુલ વરસાદ ૧૧૫૬મી.મી. થઈ ગયો છે જે સમગ્ર જિલ્લામાં સૌથી વધુ થયો છે. અત્યાર સુધી ભાવનગર જિલ્લામાં સૌથી વધુ વરસાદ સિહોરમાં હતો પણ હવે  મહુવામાં વરસાદ ૧૧૫૬ મી.મી. એટલે કે ૪૬.૨૪ ઇંચ વરસાદ વરસી ગયો છે.
મહુવા શહેરના હોસ્પિટલ રોડ, ગાંધીબાગ રોડ, વાસી તળાવ, પરશીવલપરા, ભવાની રેસીડેન્સી, વીટી નગર રોડ, શરાફ બજાર, ખાર ઝાંપા, નવા ઝાંપા, જનતા પ્લોટ અને કુંભારવાડા સહિત શહેરના સોસાયટીના તમામ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. ભારે વરસાદના લીધે શહેરના ભરાવાની સ્થિતિ સર્જાવા પામી હતી. પુષ્કળ પાણી ભરાતા લોકો અને વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી .ભાવનગર શહેરના કેટલાક વિસ્તારોમાં રાત્રે જોરદાર ઝાપટુ વરસ્યુ હતુ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application