BREAKING NEWS

દિલ્હીના Gen-Z આંદોલનની અસર વિયેતનામ સુધી: વિદ્યાર્થીનીના મોત બાદ ન્યાય માટે યુવાનોનો ભારે વિરોધ

  • August 21, 2026 11:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિલ્હીમાં Gen-Z (નવી પેઢી) ના યુવાનો દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનોની ઘેરી અસર હવે વિયેતનામ સુધી જોવા મળી રહી છે. વિયેતનામની રાજધાની હનોઈ (Hanoi) માં એક 18 વર્ષીય વિદ્યાર્થીનીના માર્ગ અકસ્માતમાં થયેલા મોત બાદ ન્યાયની માંગ સાથે યુવાનો સરકાર સામે રસ્તા પર ઉતરી આવ્યા છે.


દિલ્હીના આંદોલનથી પ્રેરણા લઈને શરૂ થયેલા આ વિરોધ પ્રદર્શનને કારણે વિયેતનામ સરકારમાં ઘરઆંગણે અશાંતિ ફેલાવાની ગંભીર આશંકા જાગી છે. આથી જ વિયેતનામ સરકારે સ્થાનિક મીડિયાને પ્રદર્શનો અંગેના સમાચાર કવર કરતી વખતે ભારે સાવચેતી રાખવાના આંતરિક આદેશો જારી કર્યા છે.


શું છે સમગ્ર ઘટના?
વિયેતનામની રાજધાની હનોઈમાં થોડા મહિના પહેલાં એક અત્યંત દર્દનાક રસ્તા અકસ્માત સર્જાયો હતો. એક વજનદાર અને પહોંચેલા રાજકારણીની પૂરપાટ ઝડપે જતી કારે 18 વર્ષીય વિદ્યાર્થીની મીના (Mina) ને જોરદાર ટક્કર મારી હતી, જેમાં તેનું કરુણ મોત નિપજ્યું હતું.


મીનાના પરિવારજનો અને સ્થાનિક યુવાનોનો ગંભીર આરોપ છે કે, સત્તા અને વહીવટી પ્રભાવ ધરાવતા હોવાના કારણે તે રાજકારણીને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને ઘટનાના મહિનાઓ વીતી ગયા છતાં મીનાને હજુ સુધી ન્યાય મળ્યો નથી. આ જ અન્યાય સામે યુવાનો અને વિદ્યાર્થીઓ એકજૂથ થઈને સરકાર સામે આકરા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.


'ટ્રી 55' બની ગયું શાંત વિરોધનું પ્રતિક
આ આંદોલનની સૌથી ખાસ વાત એ છે કે યુવાનોએ વિરોધ પ્રદર્શન માટે કોઈ સરકારી કચેરી કે મુખ્ય રસ્તો પસંદ કરવાને બદલે હનોઈમાં આવેલા 'Tree 55' નામના એક વૃક્ષને કેન્દ્ર બનાવ્યું છે.


​​​​​​​હનોઈના હજારો યુવાનો આ વૃક્ષ પાસે મોટી સંખ્યામાં એકઠા થઈ રહ્યા છે. તેઓ મીનાની સ્મૃતિમાં તે વૃક્ષ પાસે શ્રદ્ધાંજલિ અર્પણ કરી ફૂલો અર્પિત કરી રહ્યા છે. આ મૌન પરંતુ અત્યંત મજબૂત અને પ્રભાવશાળી વિરોધ પ્રદર્શન દ્વારા યુવાનો સરકાર અને સ્થાનિક તંત્ર પર આરોપી સામે કડક કાર્યવાહી કરવા અને મીનાને ન્યાય અપાવવા માટે ભારે દબાણ બનાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application