BREAKING NEWS

જામનગર સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા મહત્વની કામગીરી

  • November 07, 2025 01:10 PM 


જામનગર જિલ્લાના પોલીસ વિભાગની સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત જામનગર શહેરની જુદી જુદી શાળા કોલેજો તેમજ જિલ્લાના અન્ય તાલુકા માથક માં આવેલી શાળા અને કોલેજોમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ તેમજ કોલેજીયન યુવતીઓ, કે જેઓને ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનાના સમયગાળા દરમિયાન સેલ્ફ ડિફેન્સ ની તાલીમ અપાઈ હતી, અને કુલ ૪,૫૬૧ યુવતી-મહિલાઓને તાલીમ અપાઇ છે.


 જામનગરના જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલિસ વિભાગની સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત શહેર જિલ્લાની વિદ્યાર્થીની-મહિલાઓ પણ સશક્ત બને, તેમજ સ્વરક્ષણ પ્રત્યે હિંમતવાન બની રહે, તેના ભાગરૂપે વિશેષ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો, અને સમગ્ર જિલ્લામાં શાળા અને કોલેજોમાં અભ્યાસ કરતી કુલ ૪,૫૬૧ વિદ્યાર્થીની- કોલેજીયન યુવતિઓ વગેરેને વિના મૂલ્ય તાલીમ અપાઇ હતી.


 જેમાં જુડો, કરાટે, બોક્સિંગ વગેરેની તાલીમ આપવામાં આવી હતી, અને શહેર જિલ્લાની તમામ વિદ્યાર્થીનીઓ આત્મસંરક્ષણ પ્રત્યે હિંમતવાન બની રહે, તે સંદર્ભમાં સમગ્ર અભિયાન ચલાવાયું હતું, જેમાં તમામ વિદ્યાર્થીની અથવા કોલેજીયન યુવતીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, અને વિશેષ તાલીમ મેળવી હતી.
​​​​​​​

જામનગરના એસ.પી. ડો. રવિ મોહન સૈનીના સીધા માર્ગદર્શન હેઠળ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સમગ્ર તાલીમ કાર્યક્રમ ત્રણ માસ દરમિયાન સમગ્ર જિલ્લા ભરમાં યોજાયો હતો.A



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application