BREAKING NEWS

જામનગર : દિવાળી પર્વમાં કોઇ અનીચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા અગત્યની સુચનાઓ

  • October 14, 2025 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર જીલ્લા પોલીસ દ્વારા આગામી દિવાળીના તહેવાર નજીક કોઇ અનીચ્છનીય બનાવ ન બને તે માટે અગત્યની સુચનાઓ આપવામાં આવી છે.


દિવાળીના તહેવાર દરમિયાન જ્યારે પણ ખરીદી કરવા માટે ભીડભાડવાળી જગ્યાઓ કે બજારમાં જાઓ ત્યારે કીંમતી ચીજ વસ્તુઓ જેવી કે પર્સ, મોબાઈલ, રોકડ રકમ, ઘરેણા વગેરે સુરક્ષિત રીતે સાચવીને રાખશો. ગાડી લઈને ખરીદી કરવા માટે જાઓ ત્યારે ગાડીમાં કીંમતી ચીજવસ્તુઓ રાખશો નહીં અને ખાસ ગાડીને લોક થયેલ છે કે કેમ તે અવશ્ય ચકાસણી કરશો.


જ્યારે પણ બેંક /જવેલર્સની દુકાન / આંગડિયા પેઢી ખાતે જાઓ ત્યારે કોઈ વ્યકિત આપનો પીછો તો નથી કરી રહ્યો તેની ખાસ તકેદારી રાખશો. જ્યારે પણ રિક્ષા, બસ કે ખાનગી વાહનમાં મુસાફરી કરી રહ્યા હોવ ત્યારે તે વાહનોના નંબર અવશ્ય નોંધી લેશો તેમજ અજાણ્યા સહ મુસાફર કે ડ્રાઈવર કોઈ ચીજવસ્તુ ખાવા કે પીવા આપે તો તે ખાશો કે પીશો નહીં. તહેવારો દરમ્યાન બજારમાં ખરીદી કરતી વખતે આપના નાના બાળકોનું ધ્યાન રાખશો.


હાલમાં દિવાળીના તહેવારનો લાભ લઈ ઘણી અજાણી વેબસાઈટ / લીંક લોભામણી જાહેરાતો આપતા હોય, આવી વેબસાઈટ કે લીંક ઓપન ન કરવી જેથી આપ સાયબર ક્રાઈમના ભોગ બનતા અટકી શકો.


એસટી બસ કે રીક્ષામા મુસાફરી કરતી વખતે પર્સ/ કિંમતી દાગીના ચેઈન વગેરે કોઈ નજર ચૂકવી ચોરી ન કરી જાય તેની તકેદારી રાખશો. આંગડિયા પેઢી અને જવેલર્સ માલિકોએ પોતાની દુકાનો ખાતે સીસીટીવી કેમેરા કે જે મુખ્ય પ્રવેશદ્વાર અને લોકર રૂમ કવર કરે તે પ્રમાણે લગાવવા અને શક્ય હોય તો એક સીસોટીવી કેમેરાને આપની દુકાનની બહાર આવનાર વાહન ચાલકોના વાહન ઓળખી શકાય તે માટે તે દિશામાં પણ સીસીટીવી કેમેરાના ફૂટેજ/બેકઅપ ૧ માસ સુધી જાળવી રખાય તેવી વ્યવસ્થા રાખવી. જ્યારે પણ આપની દુકાન ખાતે કોઈ વ્યકિત મોઢે રૂમાલ બાંધીને અથવા પોતાનું મોં છુપાવીને આવે ત્યારે એલર્ટ રહી તેમને પોતાનું મોં ખુલ્લું રાખવા સમજ કરવી.
​​​​​​​

દુકાન ખાતે આવતી વ્યકિત આપને શંકાસ્પદ જણાય ત્યારે તેના ફોટોગ્રાફ પાડી લેવા. કિંમતી મુદ્દામાલ તેમજ રોકડ રકમ લાવતી વખતે તેમજ લઈ જતી વખતે મુદ્દામાલ સાથે જી.પી.એસ. ટ્રેકરનો ઉપયોગ કરવો તેમ જીલ્લા પોલીસ દ્વારા તકેદારી રાખવાની સુચના આપી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application