BREAKING NEWS

ડીઆઇએલઆર સંબંધિત મહત્વપૂર્ણ કામગીરીઓ છેલ્લા ૨૦ દિવસથી ઠપ્પ

  • October 03, 2026 01:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર ઓફ લેન્ડ રેકર્ડ (ડીઆઈએલઆર) કચેરી સાથે સંકળાયેલી મહત્વપૂર્ણ કામગીરી છેલ્લા આશરે ૨૦ દિવસથી ઠપ્પ થઈ જતાં ખેડૂતો તેમજ અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે. જમીન માપણી સહિતની વિવિધ કામગીરી માટે અરજીઓ કરનારા અરજદારોને સમયસર કાર્યવાહી ન મળતા કચેરીના ધક્કા ખાવાની સ્થિતિ ઊભી થઈ છે.જમીન સંબંધિત વિવાદો, હદ નિર્ધારણ, માપણી તેમજ અન્ય રેકર્ડ આધારિત કામગીરી માટે ડીઆઈએલઆર કચેરીની ભૂમિકા મહત્વપૂર્ણ હોય છે. આવા સંજોગોમાં કચેરીની કામગીરી લાંબા સમય સુધી પ્રભાવિત રહેતાં તેની સીધી અસર ખેડૂતો અને જમીનમાલિકો પર પડી રહી છે. ખાસ કરીને જમીનના હક, હદ કે માપણીને લગતી અરજીઓમાં સમયસર કાર્યવાહી નહીં થાય તો આગળની પ્રક્રિયા પણ અટકી જતી હોવાની અરજદારોમાં ફરિયાદ છે. ડીઆઈએલાર કચેરીના અનેક કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓને સેવામાં કાર્યરત નથી. ત્યારે સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ, છેલ્લા ૨૦ દિવસથી કામગીરીમાં વિક્ષેપ સર્જાતા અનેક અરજદારો દ્વારા કચેરીનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. જોકે કામગીરી ક્યારે પૂર્વવત થશે અને બાકી અરજીઓનો નિકાલ કઈ રીતે કરવામાં આવશે તે અંગે સ્પષ્ટતા ન મળતાં અરજદારોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ડીઆઈએલઆર કચેરીની કામગીરીનો સીધો સંબંધ જમીનના રેકર્ડ અને માપણી સાથે હોવાથી આ પ્રકારની સ્થિતિ લાંબી ચાલે તો ખેડૂતોને આર્થિક તેમજ સમયનો બોજ સહન કરવો પડી શકે છે. જમીનના વ્યવહારો અને અન્ય કાયદેસરની પ્રક્રિયાઓ પણ વિલંબિત થવાની શક્યતા રહે છે. આથી સંબંધિત તંત્ર દ્વારા સમગ્ર મામલે તાત્કાલિક ધ્યાન આપી કામગીરીમાં સર્જાયેલા વિક્ષેપનું કારણ શોધી યોગ્ય નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. સાથે જ છેલ્લા ૨૦ દિવસથી પેન્ડિંગ રહેલી અરજીઓનો ઝડપી નિકાલ થાય અને અરજદારોને કચેરીના વારંવાર ધક્કા ન ખાવા પડે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી પણ માંગણી થઈ રહી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application