આમિર ખાનના ભાણેજ અને બોલિવૂડ એકટર ઈમરાન ખાનના ફેન્સ માટે એક ખૂબ જ મોટા અને ઉત્સાહજનક સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી ફિલ્મી દુનિયાથી દૂર રહેલા ઈમરાન ખાને આખરે ૧૦ વર્ષ બાદ પોતાના કમબેકની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. તે નેટિલકસની ઓરિજિનલ ફિલ્મ 'અધૂરે હમ અધૂરે તુમ'માં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે, જેનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે.નોંધનીય છે કે, મુખ્ય કલાકાર તરીકે તેની છેલ્લી ફિલ્મ વર્ષ ૨૦૧૫માં કંગના રનૌત સાથે 'કટ્ટી બટ્ટી' આવી હતી (જોકે વર્ષ ૨૦૨૬માં જ રિલીઝ થયેલી ફિલ્મ 'હેપ્પી પટેલ: ખતરનાક જાસૂસ'માં તેણે કેમિયો કર્યેા હતો). એક એકસકલુઝિવ ઈન્ટરવ્યુમાં પોતાના કમબેક પ્રોજેકટ અંગે વિગતો આપતાં ઈમરાન ખાને જણાવ્યું હતું કે મેં તાજેતરમાં જ મારી નવી ફિલ્મનું શૂટિંગ પૂરું કયુ છે. ૧૦ વર્ષમાં મારી આ પહેલી ફિલ્મ છે, જેનું નામ 'અધૂરે હમ અધૂરે તુમ' છે. આ એક 'ગ્રોન–અપ' (મેચ્યોર) રોમેન્ટિક–કોમેડી ફિલ્મ છે, જે મારી હાલની ઉંમર અને જીવનના તબક્કા સાથે સંપૂર્ણ રીતે મેળ ખાય છે.ફિલ્મ હાલ પોસ્ટ–પ્રોડકશન તબક્કામાં છે અને આ વર્ષના અતં સુધીમાં નેટિલકસ પર રિલીઝ કરવામાં આવશે. એકટ્રેસ ભૂમિ પેડનેકર આ ફિલ્મમાં ઈમરાન ખાન સાથે મુખ્ય હિરોઈન તરીકે જોવા મળે તેવી પ્રબળ શકયતાઓ છે. આ ઉપરાંત ફિલ્મમાં ગુરફતેહ પીરઝાદા પણ મહત્ત્વના રોલમાં દેખાશે. આ ફિલ્મની સ્ક્રિપ્ટ દાનિશ અસલમે લખી છે. આ સાથે ઈમરાન ખાન પોતે પોતાના એક મિત્ર અને દાનિશ સાથે મળીને આ પ્રોજેકટને પ્રોડુસ કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ઈમરાન ખાને ૨૦૦૮માં જેનિલિયા ડિસોઝા સાથે સુપરહિટ રોમ–કોમ ફિલ્મ 'જાને તૂ... યા જાને ના'થી બોલિવૂડમાં ધમાકેદાર ડેબ્યૂ કયુ હતું. હવે એક દાયકા પછી તેના રોમેન્ટિક–કોમેડી અવતારમાં કમબેકને લઈને ચાહકોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે