BREAKING NEWS

વીંછિયા પંથકમાં પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી સહેલીના પતિનું વારંવાર દુષ્કર્મ

  • May 14, 2026 10:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વીંછિયા પંથકમાં પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી સહેલીના પતિએ વારંવાર દુષ્કર્મ આચર્યાનો બનાવ બન્યો છે. જે અંગે પરિણીતાની ફરિયાદ પરથી વીંછિયા પોલીસે આરોપી સામે દુષ્કર્મ, એટ્રોસિટી, ધમકી સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. જાણવા મળતી વિગતો મુજબ, વીંછિયા પંથકમાં આવેલા એક ગામમાં રહેતી 31 વર્ષીય પરણીતાએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે હર્ષદ ભોળા તાવીયાનું નામ આપ્યું છે. ફરિયાદીએ જણાવ્યું હતું કે, તે તેના પતિ અને એક પુત્ર સાથે રહે છે. તેના જ ગામમાં તેની સહેલી પણ રહે છે અને બંને વચ્ચે સારી મિત્રતા હોવાથી ઘરે આવવા જવાના વ્યવહાર હતા. જે સંબંધે ફરિયાદીની સહેલીનો પતિ પણ ફરિયાદીના ઘરે આવજા કરતો હતો. જે દરમિયાન આરોપીએ ફરિયાદીના મોબાઈલ નંબર મેળવી લીધેલ હતા. જે બાદ મોબાઇલ પર મેસેજ અને વાતો કરી મિત્રતા કેળવી હતી અને આગળ જતા તે મિત્રતા પ્રેમ સંબંધમાં ફેરવાઈ હતી. જે બાદ આરોપીએ પ્રેમ જાળમાં ફસાવી ફરિયાદી સાથે મૈત્રી કરાર પણ કરી લીધેલ હતા. જે બાદ આરોપી ફરિયાદી મહિલાને અવારનવાર તેના ઘરે બોલાવી બળજબરીથી શરીર સંબંધ બાંધતો હતો ત્યારબાદ ઘર સિવાય અન્ય અલગ અલગ જગ્યાએ પણ ફરિયાદીને લઈ જઈ દુષ્કર્મ આચરેલ હતું. જે દરમિયાન મહિલાએ તેનો વિરોધ કરી અને સંબંધ તોડવા પ્રયાસ કરતા આરોપીએ ધમકી આપી હતી કે જો તું મારી સાથે સંબંધ તોડી નાખીશ તો મૈત્રી કરાર અંગે તારા પતિને બધી જાણ કરી દઈશ, તેમજ જો તું મારી સાથે સંબંધ નહીં રાખે તો તારા પુત્રને જાનથી મારી નાખીશ. આરોપીની ધમકીથી અંતે કંટાળી જઇ મહિલાએ તેના પતિને બનાવની જાણ કરતાં તુરંત જ તેઓ પોલીસ સ્ટેશન દોડી ગયા હતા અને ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News