BREAKING NEWS

જામનગરમાં યુવાનને ધમકાવી મોબાઇલ અને ૧૭ હજારની રોકડ પડાવી લીધી

  • December 19, 2025 06:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરના નિલકંઠ પાર્કમાં રહેતા ખાનગી નોકરી કરતા યુવાનને સસ્તામાં આઇફોન આપવાનું કહીને ૩ શખ્સોએ ધમકાવી મુંઢ ઇજા કરી રોકડ અને મોબાઇલ મળી ૨૨ હજારનો મુદામાલ પડાવી લીધાનો મામલો પોલીસમાં પહોચ્યો છે. 


જામનગરના ઢીચડા રોડ, નિલકંઠ પાર્કમાં રહેતા મુળ ગ્વાલીયર એમપીના વતની અભિષેક ઉમાશંકરભાઇ શર્મા (ઉ.વ.૩૧) નામના યુવાનને સસ્તામાં આઇફોન આપવા માટેનું કહીને આરોપી મહિપાલસિંહે પોતાની સાથે આઠમાળીયા આવાસ ચોથા માળે ઘરે લઇ જઇ અન્ય આરોપીઓએ એક સંપ કરી મદદગારી કરી ફરીયાદીને મુંઢ માર માર્યો હતો.


ઉપરાંત ઇલેકટ્રીક શોક આપવાનો ભય બતાવીને ધમકાવી બળજબરીથી ફરીયાદીનો ૫ હજારની કિંમતનો મોબાઇલ તથા ગુગલ પે તેમજ રોકડા મળી ૧૭૩૦૦ સહિત કુલ ૨૨૩૦૦ પડાવી લીધા હતા. 
​​​​​​​

અભિષેકભાઇ દ્વારા સીટી-સી ડીવીઝનમાં મહિપાલસિંહ કંચવા, ફીરોજ તથા રવિ નામના ૩ શખ્સો વિરુઘ્ધ ફરીયાદ નોંધાવવમાં આવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application