જેતપુરમાં ઈન્ડસ્ટ્રીયલ ગેસની તંગી ઉપરાંત ભાવવધારાથી અનેક કારખાના બધં થયા
જેતપુરમાં ઈન્ડસ્ટ્રીયલ ગેસની તંગી ઉપરાંત ભાવવધારાથી અનેક કારખાના બધં થયા
April 02, 2026 10:29 AM
જેતપુરમાં ઈન્ડસ્ટ્રીયલ ગેસની તંગી ઉપરાંત ભાવવધારાથી અનેક કારખાના બધં થયા
જેતપુરખાડીમાં યારથી યુદ્ધ શ થયું ત્યારથી જેતપુરના સાડી ઉધોગની માઠી દશા બેઠી ગઈ છે. ગેસ આધારિત સાડીઓના મોટા ભાગના કારખાના બધં થઈ ગયા અને જે થોડા ઘણા ચાલુ છે તે પણ ઇન્ડસ્ટ્રીયલ સિલિન્ડરના ભાવમાં ૧૯૫ પિયા જેવો ભાવ વધારો થતાં તેને પણ બધં હવે તાળા મારી દેવાની સ્થિતિ ઉભી થઇ છે. બીજીબાજુ મોટાભાગના પરપ્રાંતીય મજૂરો પણ કારખાના બધં થઈ જવાના હિસાબે વતન બાજુ પલાયન થઈ ગયા છે. જો આવીને આવી સ્થિતિ હજુ ૧૫ દિવસ રહી તો જેતપુરનો સાડી ઉધોગ સાવ બધં થઈ જશે. ઈરાન સાથે અમેરિકાના યુદ્ધમાં ભારત એક પણ દેશની બાજુમાં નથી તેમ છતાં આ યુદ્ધની ગંભીર અસર ભારતભરના ઉધોગો પર પડી છે. જેમાં જેતપુરના સાડી ઉધોગ પર ખૂબ માઠી અસર પડી છે. યુદ્ધ શ થયા બાદ તરત જ એલપીજી ગેસ આધારિત સાડીઓના કારખાનાઓને સિલિન્ડર મળતા જ બધં થવા લાગ્યા હતાં. યુદ્ધ થોડા જ દિવસો ચાલશે તેવી આશા શઆતમાં હતી જેથી જેતપુરના કારખાનેદારોને આશા હતી કે બે પાંચ દિવસ બાદ સ્થિતિ સામાન્ય થઈ જશે એટલે ફરી પાછો ઉધોગ પાટા પર ચડી જશે. પરંતુ યુદ્ધ શ થયાને દોઢ મહિનો થવા આવ્યો છતાં યુદ્ધ કયારે પૂં થાય તે કોઈ કહી શકે એમ નથી. એટલે હવે યુદ્ધના ગંભીર પરીણામો જે દેશને યુદ્ધ સાથે કઈ લેવા દેવા નથી તેને પણ ભોગવવા પડી રહ્યા છે.જેતપુરના મુરલીધર પ્રિન્ટ નામના સાડીના કારખાનાના માલીક હિમતભાઈ ઢોલરીયાએ જણાવેલ કે, અમો પ્રિન્ટિંગ માટે મશીનોનો ઉપયોગ કરીએ છીએ આ મશીનો ગેસથી ચાલતા પરંતુ છેલ્લા ૩૫ દિવસથી અમોને ઇન્ડસ્ટ્રીયલ ગેસ મળ્યો જ નથી જેથી અમારા કારખાના સાવ બધં હાલતમાં છે. અને અમારા પરપ્રાંતીય કારીગરો પણ તેના વતનમાં ચાલ્યા ગયા છે. આજે ગેસનો ભાવ વધારો થયો તે આપવા પણ અમો તૈયાર છીએ તેમ છતાં સિલિન્ડર મળતા જ નથી. અમોએ લોનો લઈને કારખાના શ કર્યા હોય હવે કારખાના બધં હોય લોનોના હા પણ ચડી ગયા અમે કારખાના બધં હોવા છતાં અમારે જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસિએશનને કારખાનાનો મેન્ટેન્સ ચાર્જ તો ચૂકવવાનો જ છે.