કેશોદના પીપલિયા નગર વિસ્તારમાં ગત સાંજે યુવાન પર જાહેરમાં જીવલેણ હત્પમલો થવાનો બનાવ સામે આવ્યો છે મૈત્રી કરારને લઈને ઊભી થયેલી રંજિશમાં બે શખ્સોએ છરી અને લોખંડના પાઇપ વડે હત્પમલો કરતા યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. મળતી માહિતી મુજબ, સાગર નીતિનભાઈ દેત્રોજ નામનો યુવાન પોતાના ઘર પાસે આવેલી પાનની દુકાને પાન અને સોડા પીવા ગયો હતો ત્યારે પાછળથી આવેલા રવિ દીગવિજયસિંહ કુસ્વાહા અને રમેશ હરિચરણ કુસ્વાહાએ અચાનક સાગર પર તૂટી પડી છરીના ઘા મારી તેમજ પાઇપ વડે હત્પમલો કર્યેા હતો હત્પમલામાં સાગરના માથા પર છરીના ગંભીર ઘા લાગ્યા હતા તેમજ હાથ પગ પર પણ ઇજા પહોંચી હતી જેના કારણે તે લોહીલોહાણ હાલતમાં ઢળી પડો હતો હત્પમલા બાદ બંને આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. ૧૦૮ મારફતે સાગરને કેશોદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો યાં તેની સારવાર ચાલી રહી છે પ્રાથમિક તપાસ મુજબ ત્રણ માસ પહેલાં સાગરે રવિ કુસ્વાહાની પત્ની સાથે મૈત્રી કરાર કર્યેા હતો જેના કારણે રવિ અને તેના સાથીએ મનમાં રંજિશ રાખી આ હત્પમલો કર્યેા હોવાનું સામે આવ્યું છે આ અંગે કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ઝડપી કાર્યવાહી કરી બંને આરોપીઓને ઝડપી પાડા છે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે અને ઘટનાના તમામ પાસાઓની છણાવટ કરી રહી છે...