જેતપુર તાલુકાના ખીરસરા ગામે મેડિકલ ડીગ્રી વગર કિલનિક ખોલી જનઆરોગ્ય સાથે ચેડા કરનાર ધો. ૧૦ પાસ શખસને રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે ઝડપી લીધો હતો. બોગસ તબીબ પાસેથી અનુભવ મેળવ્યા બાદ આ શખસ આઠ વર્ષથી અહીં કલિનિક ચલાવતો હતો.
જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ ગ્રામ્ય એસઓજી પીઆઈ એફ.એ.પારગીની રાહબરીમાં પીએસઆઇ પી.બી.મિશ્રા ટીમ તથા ટીમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન એએસઆઇ પરબતભાઇ શામળા, કોન્સ્ટેબલ ચિરાગભાઈ કોઠિવાર, રઘુભાઈ ત્રકટાને
એવી બાતમી મળી હતી કે, જેતપુરના ખિરસરા ગામ પાસે જયંતીભાઈ દાનાભાઈની દુકાનમાં નરેશ શાંતી રાણાપરીયા નામનો શખસ પોતે કોઈપણ મેડીકલ ડીગ્રી ધરાવતો ન હોવા છતા ગેરકાયદે રીતે એલોપેથિક કલિનિક ચલાવે છે. જે બાતમીના આધારે ટીમે મેડિકલ ઓફિસરને સાથે રાખી દરોડો પાડો હતો.
દરોડના સ્થળે દુકાન ઉપર નામ વિનાનું બોર્ડ તથા મોબાઇલ નંબરનું બોર્ડ મારેલ હતું. દુકાન અંદર એક શખસ ગળામાં સ્ટેથેસ્કોપ સાથે બેઠેલો જોવા મળ્યો હતો. તેની પુછતાછ કરતા તેણે પોતાનું નામ નરેશ શાંતી રાણાપરીયા (ઉ.વ.૫૦, રહે.મુળ ડોબરીયા વાડી, અમરનગર રોડ, ગૌશાલા વાળી શેરી, જેતપુર) હોવાનું જણાવ્યું હતું. આ શખસ પાસે મેડીકલ પ્રેકટીસને લગતી કોઇ ડીગ્રી ન હોય અને છેલ્લા આઠેક વર્ષથી પોતે આ કલિનિકચલાવતો હોવાનુ જણાવેલ હતું.
પોલીસે કલિનિકમાં તપાસ કરતા કલીનીકમાંથી જુદા–જુદા દર્દેા મટાડવાની ટેબ્લેટસ, ઇન્જેકશનો, સીરીજ, નીડલ તથા મેડીકલ પ્રેકટીશને લગતા અન્ય સાધનો તથા દવાઓ મળી આવેલ હતી. પોલીસે કુલ .૧૬ હજારથી વધુની દવાઓ અને મેડિકલ સાધનો કબ્જે કરી બોગસ તબીબ નરેશ રાણપરિયાની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, પકડાયેલ શખસે ધોરણ ૧૦ સુધીનો જ અભ્યાસ કર્યેા છે અને તેને જૂનાગઢના બોગસ તબીબ પાસેથી મેડિકલ સારવારનો અનુભવ મેળવી કલીનીક શ કરી દીધુ હતું. જો કે જૂનાગઢનો બોગસ તબીબ હાલ અવસાન પામ્યો હોવાનું સામે આવ્યું છે.