રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ સિંચાઇ વર્તુળ હેઠળના સૌરાષ્ટ્ર્રના કુલ ૮૩માંથી ૯ ડેમમાં છેલ્લા ૨૪ કલાકમાં ૦.૧૦થી બે ફટ સુધી નવા નીરની આવક નોંધાઇ છે. યારે ૨૬ ડેમ સાઇટ ઉપર પાંચ મીમીથી ૩૫ મીમી સુધી વરસાદ નોંધાયો છે. વિશેષમાં રાજકોટ ઇરીગેશન સર્કલના લડ સેલના સૂત્રોમાંથી પ્રા વિગતો મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૯ ડેમમાં નવા નીરની આવક નોંધાઇ છે જેમાં રાજકોટ જિલ્લામાં આજી–૩માં ૦.૨૩ ફટ, ન્યારી–૧માં ૦.૧૬ ફટ, ન્યારી–૨માં ૦.૩૩ ફટ, મોરબી જિલ્લામાં મચ્છુ–૨માં ૦.૨૬ ફુટ, ધોડાધ્રોઇમાં ૦.૩૩ ફટ, બ્રાહ્મણીમાં ૦.૨૦ ફટ, બ્રાહ્મણી–૨માં ૧.૮૦ ફટ, મચ્છુ–૩માં ૦.૯૨ ફટ, સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ ભોગાવો–૧ (નાયકા ડેમ)માં ૦.૨૦ ફટની આવક સમાવિષ્ટ્ર છે.
યારે છેલ્લા ૨૪ કલાકમાં ૨૬ ડેમ ઉપર દોઢ ઈંચ સુધી વરસાદ નોંધાયો છે જેમાં રાજકોટ જિલ્લામાં ભાદર–૧ ડેમ ઉપર ચાર મીમી, ફોફળ ઉપર પાંચ મીમી, આજી–૨ ઉપર અડધો ઈંચ, સુરવો ઉપર પાંચ મીમી, ગોંડલી ઉપર પાંચ મીમી, છાપરવાડી–૨ ઉપર બે મીમી, ઇશ્વરીયા ઉપર દોઢ ઈંચ વરસાદ, કરમાળ ઉપર પાંચ મીમી, કર્ણુકી ઉપર પોણો ઈંચ, માલગઢ ડેમ સાઇટ ઉપર પાંચ મીમી વરસાદ નોંધાયો હતો. મોરબી જિલ્લામાં મચ્છુ–૨ ઉપર પોણો ઈંચ, ડેમી–૨ ઉપર ૧૦ મીમી, બ્રાહ્મણી ઉપર ૧૦ મીમી, બ્રાહ્મણી–૨ ઉપર છ મીમી, ડેમી–૩ ઉપર દોઢ ઈંચ, જામનગર જિલ્લામાં સસોઈ ડેમ ઉપર ૧૦ મીમી અને ડાઈ મીણસર ડેમ ઉપર ૧૦ મીમી વરસાદ નોંધાયો હતો. દ્રારકા જિલ્લામાં કાબરકા ડેમ ઉપર ૧૦ મીમી , વેરાડી–૨ ડેમ ઉપર ૧૦ મીમી વરસાદ નોંધાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ ભોગાવો–૨ ( ધોળી ધજા) ડેમ ઉપર ૧૦ મીમી, લીંબડી ભોગાવો–૧ ડેમ ઉપર ૧૦ મીમી, ફલકુ ઉપર ૨૫ મીમી, સબુરી ઉપર ૧૦ મીમી, લીંબડી ભોગાવો–૨ (વડોદ) ડેમ ઉપર પાંચ મીમી અને નિંભણી ડેમ ઉપર ૧૦ મીમી વરસાદ નોંધાયો હતો