BREAKING NEWS

જસદણ ડેપોની બસમાં જયાં મુસાફરો એ સામાન રાખવાનો હોય ત્યાં જ કચરાના ગંજ

  • August 29, 2026 09:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જસદણ ડેપો ની તસવીરમાં દેખાતી બસ કચરા ગાડી હોય એવો અહેસાસ થાય છે. જસદણ રાજકોટ જસદણની ચૂંટણી બસમાં જયાં મુસાફરો એ સામાન રાખવાનો હોય તે સ્થળે ઉપર કચરા ના ગંજ અને ખાલી શીશાઓના ઢગલા જોવા મળ્યા આ બસમાં સ્વચ્છતા અભિયાનનો ઉલાળ્યો જવાબદારો સામે દંડનીય કાર્યવાહી થશે ? બસ સ્ટેશનમાં સ્વચ્છતાના ગીતો વાગે છે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીને વહાલા થવા બસ સ્ટેશનમાં સાફ સુથરુ હોય ત્યાં ધારાસભ્યો સાથે સાવરણા પકડીને ફોટા પડાવનારા વિભાગીય નિયામક શ્રી રાજકોટ આ બસની રહેલી ગંદકીની સફાઈ કરાવશે ? શીશાઓના ઢગલા અંગે તંત્ર હરકતમાં આવશે કે કેમ ? બસની અંદર અને બસ સ્ટેશનમાં મુસાફરો ગંદકી કરે તો રૂપિયા 100 અને 200 દંડનીય કાર્યવાહી કરાશે અને કરવામાં આવે છે. ત્યારે મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્દ્રસિંહ ઝાલાએ સવાલો ઉઠાવી બસમાં રહેલ કચરા અને ગંદકી અંગે દંડનીય કાર્યવાહી થશે ? કાયદો એસટીના અધિકારીઓ અને મુસાફરો માટે સમાન હોવો જોઈએ તેવું અમારું માનવું છે.

In the bus at Jasdan depot where passengers are supposed to keep their belongings there is a pile of garbage



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application