ભારતીય જનતા પક્ષમાં બળવાખોરીને ઘણી ગંભીરતાથી લેવામાં આવતી હોય છે અને યારે પાર્ટીના સત્તાવાર ઉમેદવાર સામે ઉમેદવારી નોંધાવી મેનડેટની એસીતેસી કરી ચૂંટણી લડવામાં આવતી હોય છે ત્યારે તો આવા બળવાખોર સામે આકરા પગલા લેવામાં આવતા હોય છે. પરંતુ ગઈકાલે ઇફકોમાં જે ઘટના બની ત્યાર પછી ભાજપ સામે બળવો કરનાર ઉમેદવાર ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા કે તેને સમર્થન આપનાર પૈકી કોઈનો વાળ પણ વાંકો નહીં થાય અને આ સમગ્ર પ્રકરણમાં તેરી બી ચૂપ મેરી બી ચૂપ જેવું થવાની વાત ભાજપના પ્રદેશ કક્ષાના ટોચના આગેવાનો જણાવી રહ્યા છે.
ગઈકાલે દિલ્હીમાં યોજાયેલી આ ચૂંટણીમાં ભાજપના સત્તાવાર ઉમેદવાર બીપીનભાઈ ગોતાને ૬૬ અને ધારાસભ્ય તથા ભાજપના બળવાખોર ઉમેદવાર જયેશભાઈ રાદડિયાને ૧૧૩ મત મળ્યા છે. ભાજપના આગેવાનો જણાવે છે કે યારે ૨૧ ડાયરેકટરોની ચૂંટણી યોજવાની હોય ત્યારે માત્ર એક વ્યકિત કે જગ્યા માટે મેન્ડેટ બહાર પાડવાનું ન હોય, આ વાતની પાર્ટીના નાનામાં નાના કાર્યકરને ખબર હોય છે તો ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલ તેનાથી અજાણ હોય તેવું કેવી રીતે શકય બને?
પોતાની આ વાતને આગળ વધારતા ભાજપના સિનિયર આગેવાનો જણાવે છે કે લોકસભાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં લેઉવા પટેલ સમાજના આગેવાનોની ભૂમિકા શંકાસ્પદ બનતા આ સમગ્ર સ્ક્રીપ્ટ લખવામાં આવી હોય અને મતદાન પૂં થયા પછી ઈફકોની ચૂંટણીમાં બળવો થાય તો પણ આ આખમીચામણા કરવા તેવું અગાઉથી નક્કી થયું હોય એમ લાગે છે. બીજી બાજુ જયેશભાઈ રાદડિયાની બળવાખોરી પાછળ ભાજપના જ ટોચના પ્રભાવશાળી નેતાઓની લીલીઝંડી હોવાથી હવે આ સમગ્ર પ્રકરણ બધં થઈ જશે તેવી વાતો પણ સહકારી ક્ષેત્રમાં થઈ રહી છે. ચૂંટણીના પરિણામો પછી ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને આ બાબતે પૂછવામાં આવતા તેમણે બળવાખોરો સામે પગલાં લેવાની કે તેવી કોઈ વાત કરવાના બદલે અમે સહકારી સંસ્થામાં સારો વહીવટ આપવા માટે અને કોંગ્રેસ સાથે કયાંય ઈલુ ઈલુ ન થઈ જાય તે માટે મેનડેટ આપતા હોઈએ છીએ તેમ જણાવ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસાવરકુંડલાની સગીરા સાથે રીબડાના યુવકે દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ
May 03, 2025 01:02 PMયાજ્ઞવલ્કય વિદ્યા મંદિરમાં ગુજરાતનો સ્થાપના દિવસ ઉજવાયો
May 03, 2025 12:57 PMસુભાષ નગર તરફ જતા રસ્તા ના સમારકામની કાર્યવાહી કરવા ઉઠી માંગ
May 03, 2025 12:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech