BREAKING NEWS

દેશમાં ૫૧ ટકા બાળકો પ્રી-સ્કૂલને બદલે સીધા પહેલા ધોરણમાં પ્રવેશ મેળવે છે

  • October 13, 2026 10:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકા સ્થિત યુનેસ્કો દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના અહેવાલમાં ભારતમાં બાળકોના પ્રાથમિક શિક્ષણ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, ભારતમાં પાંચ વર્ષની ઉંમરના ૫૧ ટકા બાળકો પ્રી-સ્કૂલ એટલે કે શાળા પૂર્વેનું પ્રારંભિક શિક્ષણ મેળવવાને બદલે સીધા જ ધોરણ-૧માં અભ્યાસ કરી રહ્યા છે. આનો અર્થ એ થયો કે બાળકોને ઔપચારિક શાળાકીય શિક્ષણમાં નિર્ધારિત ઉંમર પહેલા જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે, જેના કારણે તેઓ પાયાના પ્રારંભિક શિક્ષણથી વંચિત રહી જાય છે.યુનેસ્કોના વર્ષ ૨૦૨૬ના ગ્લોબલ એજ્યુકેશન મોનિટરિંગ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, વિશ્વભરમાં પ્રાથમિક શાળામાં પ્રવેશની સામાન્ય ઉંમર કરતાં એક વર્ષ નાના એવા સરેરાશ ૨૭ ટકા બાળકો પણ સમય પહેલા જ પ્રાથમિક વર્ગોમાં પહોંચી જાય છે. ભારતમાં ૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકોનું પ્રાથમિક વર્ગોમાં નામાંકન સતત વધ્યું છે, જેમાં ૨૦૧૯-૨૦માં આ આંકડો ૩૫ ટકા હતો, જે ૨૦૨૧માં વધીને ૪૧ ટકા અને ૨૦૨૨ સુધીમાં ૬૦ ટકા સુધી પહોંચી ગયો છે. આ આંકડાઓમાં આંગણવાડી કેન્દ્રો અને ખાનગી કિંડરગાર્ટનનો સમાવેશ થતો નથી.રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ, ૩ થી ૮ વર્ષ સુધીની ઉંમર એ બાળકના પાયાના શિક્ષણનો તબક્કો છે. જેમાં પ્રથમ ત્રણ વર્ષ પ્રી-સ્કૂલ શિક્ષણ અને ત્યારબાદ ધોરણ-૧ અને ૨ ના અભ્યાસનો સમાવેશ થાય છે. આ માળખાનું પાલન ન થતાં બાળકો પર માનસિક બોજ વધવાનું જોખમ રહે છે.આ રિપોર્ટમાં માત્ર ભારત જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં શિક્ષણની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. અહેવાલ મુજબ, વર્ષ ૨૦૨૪માં વિશ્વભરમાં અંદાજે ૨૭.૩ કરોડ બાળકો શાળાકીય શિક્ષણથી બહાર રહ્યા છે, જે વર્ષ ૨૦૧૫ ની સરખામણીએ ત્રણ ટકાનો વધારો દર્શાવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application