ધ્રાંગધ્રાના સોલડીમાં દશેરા પ્રર્વ નિમિત્તે મેડિકલ વેસ્ટ કંપની દેવયોગીના પૂતળાનું દહ દહન કરાયું હતું અને ગ્રામજનોએ પ્રોજેકટ રદ કરવાનો નિર્ણય નહીં આવે તે આત્મવિલોપન સુધીની તૈયારી હોવાની ની ચીમકી પણ ઉચ્ચારી છે. ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામ નજીક મેડિકલ વેસ્ટના નિકાલ માટે દેવયોગી હેલ્થ કેર કંપનીને મંજૂરી આપવામાં આવતાં આસપાસનાં ૨૨થી વધુ ગામોમાં વિરોધ વકર્યેા છે. કંપનીના પ્રોજેકટથી ફળદ પ જમીનને નુકસાન થવાની ભીતિ વ્યકત કરતાં ગ્રામજનો અને આગેવાનો છેલ્લ ા ચાર દિવસથી અન્નશન પર બેઠા છે. તેમ છતાં નિર્ણય ન લેવાતાં દશેરાના દિવસે દેવયોગી કંપનીના નામનું રાવણનું પૂતળું બનાવી તેનું દહન કરવામાં આવ્યું હતું. પ્રોજેકટનો વિરોધ કરતાં અગાઉ મુખ્યમંત્રી, પર્યાવરણ મંત્રી, જિલ્લ ા કલેકટર અને ધારાસભ્ય સહિતના આગેવાનોને રજૂઆતો કરવામાં આવી હતી. ૨૦થી વધુ ગામોના સરપંચોએ પણ કંપની સામે ભલામણપત્રો આપ્યા હોવા છતાં મંજૂરી આપવામાં આવતાં ખેડૂતો, સરપંચો અને ગ્રામજનોમાં નારાજગી વ્યાપી જવા પામી છે. અને સોલડી ખાતે વિરોધ પ્રદર્શન દરમિયાન પૂર્વ ધારાસભ્ય નૌશાદ ભાઈ સોલંકી સહિતના આગેવાનો પણ ગ્રામજનોના સમર્થનમાં જોડાયા હતા. ગ્રામજનોની માંગ છે કે મેડિકલ વેસ્ટના નિકાલ માટેનો આ પ્રોજેકટ બધં કરવામાં આવે, જેને લઈ આસપાસનાં ગામોની જમીનને નુકસાન થવાની ભીતિ દૂર થાય. જો સરકાર અને તત્રં દ્રારા નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આ આપવામાં આવી છે. સાથે જ કેટલાક સ્થાનિક લોકોએ પ્રોજેકટ બધં નહીં થાય તો આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે