BREAKING NEWS

પેન્ડિંગ ફાઇલોના થપ્પા વચ્ચે ઇન્ચાર્જ ટીપીઓનું મહાનગરપાલિકામાં સ્વાગત

  • November 15, 2025 02:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ મહાપાલિકાના નવનિયુક્ત ઇન્ચાર્જ ટીપીઓ આર.ડી.પરમારએ ચાર્જ સંભાળ્યા બાદ આજથી સવારે કચેરીમાં આવવાનું શરૂ કરતા ટેબલ ઉપર પેન્ડિંગ ફાઈલોના થપ્પા સાથે તેમનું સ્વાગત થયું હતું.

ઇન્ચાર્જ ટીપીઓ આર.ડી.પરમારએ આજે સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે તેમને ફાળવેલી ચેમ્બરમાં કાર્યરત થઇ કામગીરી શરૂ કરી હતી અને સેન્ટ્રલ ઝોન ટીપી બ્રાન્ચના સ્ટાફ સાથે પ્રાસ્તાવિક પરિચય કર્યો હતો. અલબત્ત ત્યાં જ બિલ્ડર્સ અને આર્કિટેક્ટ્સ તેમને મળવા માટે આવી પહોંચ્યા હતા ! આજે કમિશનર બ્રાન્ચ કરતા વધુ ટ્રાફિક ટીપીઓની ચેમ્બરની અંદર અને બહાર લોબીમાં જોવા મળ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ફ્લાવર બેડના કારણે અનેક પ્રોજેક્ટ્સના બીયુપી અટકેલા પડ્યા છે અને હવે સરકારે કરેલા હુકમ મુજબનો દંડ વસૂલીને તેને રેગ્યુલરાઇઝ કરવાની પડકારરૂપ કામગીરી શરૂ થવાની છે, સાથે જ ઠપ્પ થયેલી ડિમોલિશન સહિતની રોજિંદી કામગીરી પણ આગળ ધપાવવાની છે.

દરમિયાન આર.ડી.પરમારે આજકાલ દૈનિક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હજુ તો તેમણે ચાર્જ સંભાળ્યો છે તેથી સ્થાનિક બાબતો, પેન્ડિંગ કેસો વિગેરેથી માહિતગાર થતા પખવાડિયું વિતશે તેમ છતાં રોજિંદી કામગીરી યથાવત રીતે આગળ ધપાવવા તેમણે સ્ટાફ સાથે જરૂરી ચર્ચા કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application