BREAKING NEWS

રાજકોટના કણકોટ નજીક સરદારધામની નિર્માણાધીન સાઇટ પર બનાવ

  • August 06, 2026 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટમાં એક પછી એક હત્યાનો સીલસીલો યથાવત રહ્યો છે. ગઈકાલે સાંજે વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. કણકોટ રોડ ઉપર નવી બનેલી સરદારધામની સાઈટ ઉપર કામ કરતા શ્રમિક પરિવારના સગીર પુત્રએ સગા પિતા દબાવી મોતને ઘાટ ઉતારી દેતા વિસ્તારમાં અરેરાટી મચી જવા પામી છે. દારૂના નશામાં ધૂત પિતા માતાને મારતો હોય પુત્ર બચાવવા વચ્ચે પડતા પિતાએ તેને પણ ગાળો ભાંડતા ઉશ્કેરાટમાં ગળું દબાવી દીધાનું સામે આવ્યું છે. બનાવના પગલે તાલુકા પોલીસ દોડી ગઈ હતી અને સગીરને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ મધ્યપ્રદેશના વતની ભરતસિંગ ધાનસિંગ ડામોર(ઉં.વ. 40)ના ગઈકાલે કણકોટ નજીક સરદારધામની નિર્માણાધીન સાઈટ ઉપર કામ કરતા પત્ની, બહેન અને સગીર પુત્ર પાસે આવ્યો હતો દરમિયાન નશાની હાલતમાં પત્ની સાથે સતત ઝગડો કર્યો હતો. ગઈકાલે બપોરે પણ ઝગડાએ ઉગ્ર સ્વરૂપ લઇ લેતા ભરતસિંગ પત્નીને ઓરડીમાં મારમારતો હોય આ જોઈ 16 વર્ષનો પુત્ર માતાને બચાવવા વચ્ચે પડતા પિતાએ તેને ધક્કો મારી ગાળો આપતા બંને વચ્ચે ઝપાઝપી થઇ હતી. દરમિયાન સગીરે પિતાનું ગળું દબાવી દેતાં શ્વાસ રૂંધાઇ જવાથી ભરતસિંગ બેભાન થઇ ગયો હતો. બનાવના પગલે સાઈટ પર કામ કરતા સુપરવાઈઝર સહિતના દોડી ગયા હતા અને 108ને જાણ કરતા ઇએમટીએ જોઈ તપાસી મૃત જાહેર કરી પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા તાલુકા પોલીસ મથકના પીઆઇ સહિતના કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી સગીરને કસ્ટડીમાં લઇ વધુ તપાસ હઠળ ધરતા જાણવા મળ્યું હતું કે, ભરતસિંગ એમપીમાં જ રહેતો અને કોઈ કામધંધો કરતો ન હતો. પત્ની નાનીબેન અને સગીર પુત્ર રાજકોટમાં મજૂરી કામ કરતા હતા જ્યારે અન્ય એક પુત્ર અને ત્રણ પુત્રીઓ મધ્યપ્રદેશમાં રહેતા હતા. દર મહિને પત્ની અને પુત્રનો પગાર થાય ત્યારે ભરતસિંગ રાજકોટ આવી આ પૈસા લઈ જતો અને નશામાં ઝગડો કરી જતોરહેતો હતો. ત્યારે આ વખતે ઝગડાએ ભરતસિંગને પુત્રના હાથે જ મોતને ઘાટ ઉતાર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News