ગુજરાતમાં બિલ્ડરો અને ફાઈનાન્સરોના કેટલાક જૂથ પર આજે સવારથી આવકવેરા ખાતું ત્રાટક્યું છે. અમદાવાદના લગભગ ૨૫ જેટલા ઠેકાણા પર આવકવેરાની ટીમોએ સર્વે હાથ ધર્યા હોવાની માહિતી બહાર આવી છે. આખા રાજ્યમાંથી બોલાવવમાં આવેલી ઇન્કમટેક્સની ટીમોના લગભગ ૪૦૦ જેટલા કર્મચારીઓ આ રેડમાં જોડાયા હોવાનું અનુમાન છે. એક અગ્રણી મીડિયા ગ્રુપ સાથે જોડાયેલા લોકો સામે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પ્રાથમિક વિગતો મુજબ આ અગ્રણી મીડિયા હાઉસના પ્રમોટરની ઓફિસમાં આવેલી વેબ્સાઈટની ઓફીસ સહિતના સ્થળોએ આજે વહેલી સવારથી ઇન્કમટેક્સ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આ સિવાય ફાઇનાન્સ ક્ષેત્ર સાથે સંકળાયેલા મોટા ગજાના બરૂણ અગ્રવાલ સહિતના લોકો ઇન્કમટેક્સની ઝપટે ચડી ગયા છે જેમાં બીટકોઈન, બોન્ડ, ટ્રેઝરી ના કરોડોના વ્યવહારોની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે.
આ ઉપરાંત પ્રવીણ કોટકનું જે પી ઇસ્કોન ગ્રુપ પણ ઇન્કમટેક્સની ઝપટે ચડી ગયું છે. પ્રવીણ કોટક જતીન ગુપ્તા સહિતના તેના ભાગીદારોને ત્યાં તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ આ તમામ જગ્યાએ દરોડાની કાર્યવાહી શરૂ હોવાથી વધુ વિગતો બહાર આવી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદર જિલ્લા ભાજપ સંગઠનના પ્રભારીની અધ્યક્ષતામાં યોજાઇ બેઠક
May 14, 2025 02:40 PMનડિયાદ ખાતે સેલેબ્રલ પાલ્સી ખેલાડીઓ માટે યોજાયો સ્પેશિયલ ખેલ મહાકુંભ
May 14, 2025 02:39 PMપોરબંદર જિલ્લામાં ટ્રાફિક નિયમનો ભંગ કરનારા ૧૩ શખ્શો ઝડપાયા
May 14, 2025 02:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech