સાબરકાંઠાના ઈડરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે, રોજ 300 રૂપિયાની મજૂરીએ જતા મજૂરને ઇન્કમટેક્સ વિભાગે 36 કરોડની નોટિસ ફટકારી છે. હવે આ શ્રમિકની હાલત દયનિય બની ગઈ છે. આ શ્રમિક ખાનગી કંપનીમાં રોજ મજૂરીએ જાય છે. તેમજ રતનપુર ગામે આવાસના ઘરમાં રહે છે. યુવકને રૂબરૂ મુલાકાત બાદ પણ આવકવેરા વિભાગે ટેક્સ ભરવા માટે જણાવ્યું હતું.
ખાનગી કંપનીમાં 12,000ની નોકરી
ઈન્દિરા આવાસ યોજના અંતર્ગત 36,000ની સહાય મેળવી સામાન્ય ખાનગી કંપનીમાં 12,000ની નોકરી કરતા શ્રમિક ઉપર 36 કરોડનો ટેકસ બાકી હોય તેવી નોટિસ મળતા પરિવાર ઉપર આભ ફાટ્યું છે. આ મામલે પરિવારજનોએ ઇડર પોલીસ મથક સહિત સ્થાનિકોને જાણ કરતા તેઓ પણ કામે લાગ્યા છે. જો કે કોઈપણ જગ્યાએથી હજુ સુધી કોઈપણ પ્રકારની રાહત ન મળતા આખરે પરિવાર ચિંતામાં મુકાયો છે.
પરિવારને હજુ તંત્રનો કોઈપણ પ્રકારનો સહયોગ મળી શક્યો નથી
મળતી માહિતી પ્રમાણે, રતનપુર ગામે જીતેશભાઈ મકવાણા પોતાના પાંચ સભ્યોના પરિવાર સાથે હસીખુશી જીવન ગુજારી રહ્યા હતા. જોકે અચાનક ઇન્કમટેક્સ વિભાગ દ્વારા રૂપિયા 36 કરોડની નોટિસ આવતા સમગ્ર પરિવારમાં ખળભળાટ સર્જાયો છે. જીતેશભાઈ મકવાણા પોતે અમદાવાદમાં સામાન્ય કંપનીમાં 12 હજારની નોકરી કરી કુટુંબનું ભરણ પોષણ કરી રહ્યા છે. તેવા સમયે અચાનક ઇન્કમટેક્સ વિભાગ દ્વારા વર્ષ 2020-21 તેમજ 2021-22માં કરોડો રૂપિયા બાકી હોવાની નોટિસ ફટકારવામાં આવી છે. જેના પગલે સમગ્ર પરિવાર માથે જાણે કે આભ ફાટી હોય તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. હાલના તબક્કે સમગ્ર પરિવાર પોલીસ વિભાગ સહિત ઇન્કમટેક્સ વિભાગમાં પણ આ મામલે જાણ કરી ચૂક્યો છે ત્યારે કોઈપણ પ્રકારનો સહયોગ મળી શક્યો નથી.
જીતેશના ખાતામાં માત્ર 12 રૂપિયા
સામાન્ય રીતે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા પાછલા વર્ષોમાં બાકી રહેલી ટેક્સની રકમ ન ચુકવાતા વિવિધ નોટિસ ફટકારતું હોય છે. તેમજ જે-તે વ્યક્તિ સામે કાયદાકીય પગલા પણ ભરાતા હોય છે. જો કે જીતેશભાઈ મકવાણાનું હાલમાં બેંક બેલેન્સ માત્ર 12 રૂપિયા છે. તેમજ ભૂતકાળમાં ટેક્સ આપવાની જેટલી રકમ પણ આજદિન સુધી એકઠી કરી શક્યા નથી. તેવા સમય સંજોગે એકસાથે 36 કરોડ રૂપિયા ચૂકવવાની નોટિસ મળતા સ્થાનિકો સહિત પરિવારમાં પણ હડકંપ વ્યાપ્યો છે. તેમજ પરિવાર માટે આ નોટિસ વજ્રઘાત સમાન પુરવાર થઈ છે.
યોગ્ય ન્યાય માટે પરિવાર સરકાર પાસે અપેક્ષાઓ રાખી રહ્યો છે
સામાન્ય રીતે ગરીબી જીવન હેઠળ પોતાનું ગુજરાન કરતો પરિવાર સવારે 200 રૂપિયાથી 350 રૂપિયા સુધીની છૂટક મજૂરી કામકાજ કરી જીવન નિર્વાહ કરી રહ્યો છે. ત્યારે પોતાનાં પિતાની છત્રછાયા ગુમાવી વિધવા માતા પોતાનાં એક દીકરા અને દીકરીની સાથે જીવન ગુજારી રહ્યાં છે ત્યારે જીતેશ નામના પુત્રને પત્ની તેમજ બે સંતાન છે. બે સંતાનનો પિતા માત્ર 12 હજારની માતબર રકમમાં અમદાવાદ શહેરમાં આવેલી ખાનગી કંપનીમાં પટાવાળાની નોકરી કરી અને પત્ની ઘરકામ કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યાં છે. ત્યારે જીતેશ મકવાણા નામના યુવાનના ડોક્યુમેન્ટ ખોટી ઉપયોગ કરી કરોડો રૂપિયાનો વ્યવહાર થયાનું માની રહ્યો છે. યોગ્ય ન્યાય માટે પરિવાર સરકારી તંત્ર સહિત સરકાર પાસે અપેક્ષાઓ રાખી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાની ૨૬૬ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટેનું રોટેશન જાહેર કરતું ચૂંટણી પંચ
May 02, 2025 04:54 PMદેવભૂમિ દ્વારકા જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા.૨૨ મેના રોજ યોજાશે
May 02, 2025 04:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech