આદિત્યાણાની હાઇસ્કૂલ ખાતે સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.૭૮માં સ્વાતંત્ર્ય દિવસની આદિત્યાણા હાઇસ્કૂલ ખાતે આન,બાન અને શાન સાથે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી.સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે બાળાઓ દ્વારા ધ્વજવંદન કરવામાં આવેલ બાદમાં હાઇસ્કૂલના શિક્ષક શૈલેષભાઇ કણસાગરા દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં પોરબંદર એ.પી.એમ.સી.ના ચેરમેન લખમણભાઇ ઓડેદરા, શહેર ભાજપના મહામંત્રી માલદેભાઇ મોઢવાડીયા, નગરપાલિકાના સદસ્ય હાજાભાઇ રાઠોડ, એભાભાઇ દાસા, કરશનભાઇ, અરશીભાઇ, મેઘજીભાઇ તેમજ જેન્તીભાઇ શીંગરખીયા હાજર રહ્યા હતા તથા મોટી સંખ્યમાં ગ્રામજનો હાજર રહ્યા હતા. તેમજ સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ગામની તમામ શાળાઓ દ્વારા બાળકો અભિનીત વિવિધ કૃતિઓ રજુ કરવામાં આવેલ તેમણે ઉપસ્થિત મહેમાનોના દિલ જીતી લીધા હતા.આ સમગ્ર કાર્યક્રમ જેમની દેખરેખ હેઠળ આયોજન કરવામાં આવેલ તે આદિત્યાણા હાઇસ્કૂલના આચાર્ય લાખણશીભાઇ ઓડેદરાએ આભારવિધિ સાથે ૨૬ જાન્યુઆરી, ૧૫ ઓગસ્ટ વચ્ચે તફાવત તેમજ ધ્વજવંદન અને ધ્વજારોહણ વિષે લોકોને માહિતગાર કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂંકો
May 03, 2025 10:29 PMચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech