BREAKING NEWS

બેંગલુરુ એરપોર્ટ પર ગો-અરાઉન્ડ દરમિયાન ઇન્ડિગોના વિમાનમાં ટેલ સ્ટ્રાઇક: બીજા પ્રયાસમાં ટ્રાફિક વચ્ચે વિમાનનું સેફ લેન્ડિંગ

  • September 27, 2026 11:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બેંગલુરુના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇન્ડિગો એરલાઇન્સના એરબસ A321 વિમાન સાથે એક મોટી અકસ્માતજનક ઘટના સામે આવી છે. ગુવાહાટીથી બેંગલુરુ આવી રહેલી ફ્લાઇટ નંબર 6E 6542 લેન્ડિંગ માટે નીચે ઊતરી રહી હતી ત્યારે ખરાબ હવામાન અને તેજ પવનોના કારણે પાયલટે પ્રથમ પ્રયાસમાં લેન્ડિંગ રદ કરીને વિમાનને ફરી હવામાં લઈ જવાનો (Go-Around) નિર્ણય લીધો હતો. આ દરમિયાન વિમાનનો પાછળનો ભાગ (Tail) રનવે સાથે ઘસાતાં 'ટેલ સ્ટ્રાઇક' ની ઘટના બની હતી. જોકે, પાયલટે અદ્ભુત ધૈર્ય દર્શાવીને બીજા પ્રયાસમાં વિમાનનું સફળ અને સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું હતું.

ઇન્ડિગોના પ્રવક્તાએ આ ઘટના અંગે સત્તાવાર પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે, તેજ પવનોના કારણે રનવે સાથે વિમાનનો અસામાન્ય સંપર્ક થયો હતો. વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) મુજબ તમામ સંબંધિત એવિએશન અધિકારીઓને આ ઘટનાની જાણ કરી દેવામાં આવી છે. હાલમાં વિમાનને મેઇન્ટેનન્સ અને ટેકનિકલ તપાસ માટે ગ્રાઉન્ડ કરવામાં આવ્યું છે અને જરૂરી મંજૂરીઓ મળ્યા બાદ જ તેને ફરીથી ઉડાન ભરવા દેવામાં આવશે.


નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (DGCA) એ આ ગંભીર ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. DGCA એ ઇન્ડિગો સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે, જેના જવાબમાં એરલાઇને જણાવ્યું છે કે આવા કટોકટીના કિસ્સાઓ માટે પાયલટ ટ્રેનિંગ અને સ્ટીઅરિંગ કંટ્રોલ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.


​​​​​​​નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, એરબસ A321 મોડેલમાં A320 ની સરખામણીએ ટેલ સ્ટ્રાઇકની ઘટનાઓનું જોખમ ચાર ગણું વધુ હોય છે, કારણ કે આ વિમાનની લંબાઈ વધુ હોય છે અને જમીન પાસે ગો-અરાઉન્ડ કરતી વખતે પિચ એંગલ વધી જવાથી પાછળનો ભાગ જમીનને અડી જવાની શક્યતા વધી જાય છે. જોકે, લેન્ડિંગ દરમિયાન ટેલ સ્ટ્રાઇક થાય તો પણ વિમાનના માળખાને મોટું નુકસાન ન થાય ત્યાં સુધી ફ્લાઇટ માટે કોઈ મોટો ખતરો ઊભો થતો નથી. હાલમાં એરલાઇન મુસાફરોની સુરક્ષાને પ્રાથમિકતા આપીને તપાસ આગળ ધપાવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application