ભારતની માલસામાનની નિકાસમાં સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. અમેરિકામાં નિકાસમાં લગભગ ૪૮ ટકાનો ઉછાળો આવતાં ભારતની કુલ માલ નિકાસ વાર્ષિક ધોરણે ૨૩ ટકા વધીને ૪૪.૪૦ અબજ ડોલર પર પહોંચી છે. જોકે બીજી તરફ સેવા નિકાસમાં લાંબા સમય બાદ ઘટાડો નોંધાયો છે. વાણિય અને ઉધોગ મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, આયાતમાં નિકાસની સરખામણીએ ધીમી વૃદ્ધિ અને સોનાની આયાતમાં ભારે ઘટાડાને કારણે વેપાર ખાધમાં પણ આંશિક ઘટાડો થયો છે.
મંત્રાલયના આંકડા અનુસાર, સપ્ટેમ્બર ૨૦૨૫માં ભારતની માલ નિકાસ ૩૬.૦૮ અબજ ડોલર હતી, જે સપ્ટેમ્બર ૨૦૨૬માં વધીને ૪૪.૪૦ અબજ ડોલર થઈ છે. આ સમયગાળા દરમિયાન આયાત ૮ ટકા વધીને ૭૪.૬૧ અબજ ડોલર નોંધાઈ હતી. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આયાત ૬૯.૦૮ અબજ ડોલર હતી. પરિણામે, ભારતની વેપાર ખાધ ગયા વર્ષના ૩૩ અબજ ડોલરની સરખામણીએ ઘટીને ૩૦.૨ અબજ ડોલર થઈ છે.
વેપાર ખાધમાં ઘટાડાનું મુખ્ય કારણ સોનાની આયાતમાં થયેલો મોટો ઘટાડો છે. સપ્ટેમ્બર ૨૦૨૬માં સોનાની આયાત ૮૧.૩ ટકા ઘટીને ૧.૮ અબજ ડોલર રહી હતી. ગયા વર્ષે આ આંકડો ૯.૬ અબજ ડોલર હતો. સામાન્ય રીતે તહેવારોની મોસમમાં સોનાની આયાત વધતી હોય છે, પરંતુ વાણિય સચિવ રાજેશ અગ્રવાલના જણાવ્યા મુજબ, સોનાની આયાત પર ઐંચી ડૂટી હોવાને કારણે આ ઘટાડો થયો હોઈ શકે છે.
આઈસીઆરએનાં મુખ્ય અર્થશાક્રી અદિતિ નાયરના જણાવ્યા અનુસાર, સપ્ટેમ્બરમાં સતત બીજા મહિને ભારતની માલ નિકાસમાં ૨૦ ટકાથી વધુ વૃદ્ધિ નોંધાઈ છે. બીજી તરફ, આયાતની વૃદ્ધિ છેલ્લા છ મહિનાના સૌથી નીચા સ્તરે એટલે કે ૮ ટકા રહી છે.ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર કરાર અંગે અનિશ્ચિતતા યથાવત્ હોવા છતાં અમેરિકામાં ભારતીય માલની નિકાસમાં નોંધપાત્ર વધારો થયો છે. સપ્ટેમ્બરમાં અમેરિકામાં નિકાસ ૪૮ ટકા વધીને ૮ અબજ ડોલરને પાર પહોંચી હતી.બીજી તરફ, પશ્ચિમ એશિયાના દેશો, ખાસ કરીને સંયુકત આરબ અમીરાત, સાઉદી અરેબિયા, કુવૈત અને ઈરાનમાં ભારતની નિકાસમાં ઘટાડો જોવા મળ્યો છે.કેન્દ્રીય વાણિય અને ઉધોગ મંત્રી પીયૂષ ગોયલે ગુવારે જણાવ્યું હતું કે ભારત–અમેરિકા વેપાર કરારના પ્રથમ તબક્કાને આખરી સ્વપ આપવામાં આવ્યું છે અને હાલમાં તેની કાનૂની પ્રક્રિયા ચાલી રહી છે. તેમણે આશા વ્યકત કરી હતી કે કરારને ટૂંક સમયમાં અંતિમ સ્વપ આપીને અમલમાં મૂકી શકાશે.અમેરિકા દ્રારા વધારાના ઉત્પાદન અને ક્ષમતાને લગતા મુદ્દે સેકશન ૩૦૧ હેઠળના ટેરિફની સમીક્ષાના પરિણામો જાહેર થવાની પણ અપેક્ષા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application