ભારતમાં સેટેલાઇટ સ્પેકટ્રમ લાયસન્સની ફાળવણીની પ્રક્રિયામાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. હવે તે હરાજી દ્રારા નહીં પરંતુ વહીવટી માધ્યમથી ફાળવવામાં આવશે. આ ફેરફારની સીધી અસર ઈલોન મસ્કની સ્ટારલિંક સહિત અન્ય સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા પ્રદાતાઓ પર પડી શકે છે.
ટેલિકોમ્યુનિકેશન વિભાગ (ડોટ) અને ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ) એ સેટેલાઇટ બ્રોડબેન્ડ સેવાઓ માટે સ્પેકટ્રમ ફાળવણીની પ્રક્રિયાને સરળ બનાવવાનો નિર્ણય લીધો છે. આ નવા નિયમ હેઠળ, સેટેલાઇટ સેવા પ્રદાતાઓને લાઇસન્સ મેળવવામાં વધુ સુવિધા મળશે, જેનાથી તેઓ ઝડપથી તેમના નેટવર્કનો વિસ્તાર કરી શકશે.
ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સેવાઓને પ્રોત્સાહન આપવા અને ડિજિટલ સમાવેશ સુનિશ્ચિત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત સરકારનો ઉદ્દેશ્ય દેશના દૂરના વિસ્તારોમાં પણ હાઇ સ્પીડ ઇન્ટરનેટ સેવાઓ પૂરી પાડવાનો છે.
ઈલોન મસ્કની સ્ટારલિંક ભારતમાં તેની સેવાઓ શ કરવાની યોજના બનાવી રહી છે. નવા નિયમો તેમને તેમના નેટવર્ક ઝડપથી સેટ કરવામાં મદદ કરશે. સ્ટારલિંકે ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સેવાઓ માટે અરજી કરી દીધી છે અને હવે નવા નિયમો હેઠળ તેને ઝડપથી લાઇસન્સ મળવાની આશા છે. જોકે, આ પ્રક્રિયામાં કેટલાક પડકારો પણ હોઈ શકે છે. જિયો અને એરટેલ જેવી મોટી ટેલિકોમ કંપનીઓ હરાજી પ્રક્રિયાના પક્ષમાં છે અને તેમણે સરકારને સ્પેકટ્રમ ફાળવણી પારદર્શક રીતે કરવા વિનંતી કરી છે. કેટલાક નિષ્ણાતો માને છે કે વહીવટી ફાળવણી પ્રક્રિયા નાના ખેલાડીઓને પણ બજારમાં પ્રવેશવાની મંજૂરી આપશે, યારે અન્ય લોકો તેને મોટા ખેલાડીઓ માટે ફાયદાકારક પરિસ્થિતિ તરીકે જુએ છે. તાજેતરમાં, કુમાર મંગલમ બિરલાએ ૮મી ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસમાં કહ્યું હતું કે, સેટેલાઇટ બ્રોડબેન્ડ પ્રદાતાઓએ પણ લાઇસન્સ ફી ચૂકવવી જોઈએ, જેથી સ્પર્ધા સમાન સ્તરે થઈ શકે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech