ભારત વૈશ્વિક પગાર વધારામાં આગળ છે. ૨૦૨૬માં પગારમાં સરેરાશ ૯.૧૪ નો વધારો થવાનો અંગ્રેજ છે, જે ૨૦૨૫ માં ૮.૯% કરતા થોડો વધારે છે. એઓએનના પગાર વૃદ્ધિ અને ટર્નઓવર સર્વે ૨૦૨૫-૨૬ અનુસાર, આ યુએસ (૪.૩%) અને યુકે (૪.૧૪) જેવા વિકસિત દેશો કરતા નોંધપાત્ર રીતે આગળ છે.અહેવાલમાં જણાવાયું છે કે સ્થાનિક માંગમાં વધારો થવાને કારણે રિયલ એસ્ટેટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નાણાકીય સેવાઓ જેવા ક્ષેત્રો સૌથી વધુ પગાર વધારો આપી રહ્યા છે. એટ્રિશન દર ઘટીને ૧૬.૨% થયો છે, જે ગયા વર્ષની સરખામણીમાં ઘટાડો છે. નિષ્ણાતોના મતે, જુનિયર કર્મચારીઓને સૌથી વધુ પગાર વધારો મળી રહ્યો છે, જે સરેરાશ ૯.૬% છે. નિષ્ણાતો કહે છેકે કંપનીઓ સારા કર્મચારીઓ, ખાસ કરીને જુનિયર અને નવા કર્મચારીઓને નોકરીએ રાખવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે જેથી તેઓ જતા ન રહે એઓન પાર્ટનર અને રિવોર્ડ્સ કન્સલ્ટિંગ લીડર રૂપાંક ચૌધરીએ જણાવ્યુંહતું કે ચાલુ વૈશ્વિક અસ્થિરતા છતાં, ભારતનું સ્થાનિક અર્થતંત્ર ખૂબ મજબૂત છે, જેના કારણે ભારતમાં નોકરીનું મૂલ્યાંકન અન્ય મોટા કેશો કરતા ઘણું વધારે છે. નોકરી છોડવાનો દર સતત ઘટી રહ્યો હોવાનો નિષ્ણાતોનો અભિપ્રાય સર્વે દર્શાવે છે કે નોકરી છોડવાનો દર સતત ઘટી રહ્યો છે. ૨૦૨૫ માં તે ઘટીને ૧૬.૨% થવાનો અંઘજ છે, જે કોવીડ-૧૯ પહેલાના સ્તરની નજીક છે. આ દર ૨૦૨૪ માં ૧૭.૭% અને ૨૦૨૩ માં ૧૮.૭% હતો.નિષ્ણાતો કહે છે કે કંપનીઓ હવે ફક્ત પગાર કરતાં કૌશલ્ય, પ્રદર્શન અને કારકિર્દી વૃદ્ધિ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તેથી હવે, વારંવાર નોકરી બદલવાને બદલે, કર્મચારીઓ એવી નોકરીઓ શોધે છે જેમાં તેમને સારો પગાર વધારો મળે, તેમના કામની સ્પષ્ટ સમજ હોય અને તેમના સારા કામને યોગ્ય માન્યતા મળે. કયા ક્ષેત્રોમાં કેટલો વધારો મળી શકે ?
ઓટોમોબાઈલ અને વાહન ઉત્પાદન ક્ષેત્રે સૌથી વધુ વૃદ્ધિ જોવા મળી છે, ૨૦૨૫ માં ૯.૮% અને ૨૦૨૬ માં ૯.૯% સુધી પહોંચી. આ પછી, બેંકિંગ ક્ષેત્રમાં પગાર વૃદ્ધિ લગભગ ૮.૪% હતી અને હવે તે વધીને ૮.૮% થવાનો અંઘજ છે. કેમિકલ અને એન્જિનિયરિંગ ક્ષેત્રમાં પણ લગભગ ૮.૫% નો વધારો જોવા મળ્યો હતો, અને હવે તે ૮.૮% સુધી વધી રહ્યો છે. જોકે, ટેક કન્સલ્ટિંગ ક્ષેત્રમાં પરિસ્થિતિ ખાસ કરીને અલગ છે, જયાં આઈટી સેવાઓનો પગાર વૃદ્ધિ દર સૌથી ઓછો છે, લગભગ ૬.૮% આસપાસ રહ્યો છે.