પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ '25ની યાદીમાં ભારત 151મા ક્રમે

  • May 03, 2025 02:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સમગ્ર વિશ્વમા દર વર્ષે 3 મેના રોજ વિશ્વ પ્રેસ ફીડમ એટલે કે મીડિયા સ્વતંત્રતાનો દિવસ ઉજવવામાં આવે છે. શનિવારે આ દિવસની ઉજવણી પૂર્વે વિશ્વના દેશોમાં પ્રેસ ફ્રીડમ એટલે કે પ્રેસની આઝાદી કેટલી છે તેનો એક રિપોર્ટ જાહેર કરાયો છે. વેન્ડ પ્રેસ ફીડમ ઈન્ડેક્સ 2025 માં ભારત 180 દેશોમાં 151માં ક્રમે છે. રિપોર્ટર્સ વિદાઉટ બોર્ડર દ્વારા જાહેર કરાયો છે. ગયા વર્ષે ભારત આ યાદીમાં 159માં ક્રમે હતું.

પેરિસ સ્થિત આંતરરાષ્ટ્રીય સંસ્થા રિપોર્ટર્સ વિદાઉટ બોર્ડર્સના વર્ષ 2025ના પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સની યાદીમાં ઇરીટ્રિયા સૌથી નીચલા સ્તરે જ્યારે નોર્વે સૌથી સારી સ્થિતિમાં પ્રથમ ક્રમે છે. ભુતાન, પાકિસ્તાન, તુર્કી, પેલેસ્ટાઈન, ચીન, રશિયા, અફઘાનિસ્તાન, સીરિયા અને ઉત્તર કોરિયાને ભારતથી નીચે રાખવામાં આવ્યા છે.

વર્ષ 2021 માં આ યાદીમાં ભારત 142માં ક્રમે હતું, બાદમાં આંક વધતો ગયો અને 2023 માં 161માં ક્રમે પહોંચી ગયું હતું. જોકે બાદમાં થોડો સુધારો થતા ગયા વર્ષે 159 અને હવે 151 પર રખાયું મામૂલી સુધારો થયો છે પરંતુ હજુ પણ તે છે. ભારતની સ્થિતિમાં ગયા વર્ષ કરતા અન્ય દેશોની સરખામણીએ ઘણું જ પાછળ છે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સના અય્તાર સુધીના ઇતિહાસમાં આર્થિક ઇન્ડીકેટર સૌથી નીચલા સ્તર પર છે. વિશ્વભરનું મીડિયા ફન્ડિંગના કાપ સામે ઝઝૂમી રહ્યું છે. માહિતીના અન્ય માધ્યમો જેવા કે ગૂગલ, એપલ, ફેસબુક, એમેઝોન અને માઈક્રોસોફ્ટ સહિતના સોશિયલ મીડિયા સાથે સંકળાયેલી ટેક કંપનીઓનો દબદબો વધ્યો છે. જેને કારણે અગાઉ જે જાહેરાતો મીડિયાને મળતી હતી તેનો મોટો હિસ્સો ટેક પ્લેટફોર્મને મળવા લાગ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application