દુનિયાભરની મહાશક્તિઓ જ્યાં જર્મેનિયમ જેવી દુર્લભ ધાતુ માટે સ્પર્ધામાં છે અને ચીન પોતાની સપ્લાય ચેનને હથિયાર બનાવી વૈશ્વિક બજારમાં દબાણ ઊભું કરી રહ્યું છે, ત્યાં ભારતના હૈદરાબાદ સ્થિત એક સ્ટાર્ટ અપે અચંબિત કરી નાખે એવું નવીન પગલું ભર્યું છે. ઈઓએન નામની આ કંપનીએ જર્મેનિયમ વિના વર્મલ ડેમેરા તૈયાર કર્યો છે, જે રક્ષા ક્ષેત્રમાં મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવે છે.
આ નવી વર્મલ આઈ ટેકનોલોજી અંઘકારમાં પણ દુશ્મનને ઓળખી શકે
છે. તે ૨ કિમી દૂરવી માણસ અને લગભગ ૮ કિમી દૂરવી વાહનો અથવા ટેન્ક જેવી હિલચાલને શોધી શકે છે. અત્યાર સુધી વર્મલ કે મેરામાં જર્મેનિયમનો ઉપયોગ અનિવાર્ય
માનવામાં આવતો હતો, પરંતુ આ સ્ટાર્ટઅપે તેની જરૂરિયાત દૂર કરી છે.
ભારત માટે આ વિકાસ ખાસ મહત્વનો છે કારણ કે દેશ જર્મેનિયમ માટે સંપૂર્ણપણે આધાત પર નિર્ભર છે. ૨૦૨૩ પછી ચીન દ્વારા નિકાસ પર પ્રતિબંધી અને વૈશ્િવક તાણાવને કારણે તેની કિંમત ત્રણ ગણો વધી ગઈ હતી. ઉપરાંત, ઇઝરાયેલા તરફથી મળતી ઈલેક્ટ્રો-ઓપ્ટિકસ સપ્લાયમાં પણ ઘટાડો થયો હતો.
આ કેમેરાની ખાસિયત તેનો ચેલ્કોજેનાઈડ ગ્લાસ છે, જે સલ્ફર, સેલેનિયમ અને ટેલ્યુરિયમ જેવા તત્વોથી બનાવવામાં આવ્યો છે. સામાન્ય કાચ
ઈન્ફ્રારેડ કિરણોને અવરોધે છે, પરંતુ આ વિશેષ ગ્લાસ ગરમીના કિરણોને સરળતાથી પસાર થવા દે છે. સાથે સાથે, એ-વર્મલાઈઝ્ડ ડિઝાઈન ટેકનોલોજી કેમેરાને તાપમાનના ફેરફારો છતાં ફોકસ જાળવવામાં મદદ કરે છે.
આ સિસ્ટમમાં એઆઈ અને એજ કમ્પ્યુટિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે માત્ર ગરમીને ઓળખતું નથી પરંતુ માનવીય હલનચલનની પેટર્નને પણ વિશ્લેષિત કરે છે. આવી તે ગરમ પવ્યર અને જીવંત માણસ વચ્ચે તફાવત કરી શકે છે. વજનની દ્રષ્ટિએ પણ આ પેલોડ ખૂબ હળવો છે. જેના કારણે ડ્રોનનો ફ્લાઇટ સમય વધે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application